શું ખરેખર સાવલીમાં બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ આવી છે. જેને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ છે….?જાણો શું છે સત્ય…..

False સામાજિક I Social

I love Gujarat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વડોદરા પોલિસે જાહેરનામુ બહાર પાડયું છે… હાલની તારીખ માં જે બાળકો ઉપાડવાનું બનાવ બને છે એ હકીકતમાં બહુ દુઃખદ વસ્તુ છે હમણાં સાવલી ગામ ની અંદર અઢીસો થી ત્રણસો લોકો (બાળકો ઉપાળવા ની ગેંગ) સાવલીમાં આવી ગયા છે આ બધા લોકો બહાર ના છે તો અમારી સૌને ને અપીલ છે કે તમારા બાળકોનો ખાસ ધ્યાન રાખો ખાસ કરીને રાત ના સમયે બાળકો ને એકલા ના મૂકો અમારી આ લોકો ને પકડવાની કોશિશ ચાલુ છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 117 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 158 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વડોદરામાં બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ આવી છે. અને જેને લઈ વડોદરા પોલીસે જાહેરનામુ બહાર પાડ્યુ હતુ.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE REAVERCE.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો 13 ઓગસ્ટ 2019નો છે. હરિયાણાના હિસાર જિલ્લાના સહલપુરમાં રહેતા સુરેન્દ્ર કુમાર અને સુનીલ મંગળવારે હરિદ્રારથી તેમના પરિવારજનનું પિંડદાન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમણે બાળકોને ડેકીમાં બેસાડ્યા હતા અને ડેકીને લોક ન હતું કર્યુ. જ્યા પણ ગાડી ધીમી થતી હતી ત્યારે બાળકો ડેકી ખોલી દેતા હતા. કાર સવારના સમયે જ્યારે લાડવાના ઈન્દ્રી ચોક પહોંચી ત્યારે ત્યા ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ હતી. જે સમાચારને દૈનિક જાગરણ ન્યુઝ પેપર અને વેબસાઈટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

JAGRAN NEWSPAPER.png
JAGRAN WEB.png

ARCHIVE

આમ, ઉપરોક્ત ફોટો વડોદરા કે ગુજરાતનો ન હોવાનો સાબિત થઈ ગયુ હતુ. જો કે. વડોદરામાં કોઈ બાળકોની ઉઠાંતરી કરતી કોઈ ગેંગ આવી છે કે નહીં તે જાણવું જરૂરી હતી. તેથી અમે વડોદરા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત સાથે વાત કરી હતી. અને આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, ‘ઘણા અસામાજીક તત્વો દ્વારા આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવતા હોય છે. આ પ્રકારે કોઈ જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યુ તેમજ આ પ્રકારે કોઈ ગેંગ વડોદરા જિલ્લામાં આવી નથી. લોકોને વિંનતી છે કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહે.’

POLICE COMMITIONAR.png

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ જાહેરનામું પોલીસ દ્વારા બહાર પાડવામાં નથી. તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પણ ગુજરાતનો નથી. તેમજ બાળકોની ઉઠાંતરી કરતી કોઈ ગેંગ પણ વડોદરામાં આવી ન હોવાનું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ જાહેરનામું પોલીસ દ્વારા બહાર પાડવામાં નથી. તેમજ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો પણ ગુજરાતનો નથી. તેમજ બાળકોની ઉઠાંતરી કરતી કોઈ ગેંગ પણ વડોદરામાં આવી ન હોવાનું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

Avatar

Title:શું ખરેખર સાવલીમાં બાળકોની ઉઠાંતરી કરતી ગેંગ આવી છે. જેને લઈ પોલીસે જાહેરનામું બહાર પાડ્યુ છે….?જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False