શું ખરેખર મોબાઈલના ચકકરમાં મહિલા બાળકને ઓટોમાં જ ભૂલી ગઈ…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

I love Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ,2019  ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી.  આ પોસ્ટના શાર્ષકમાં એવું લખેલું છે કે,  मोबाइल के चक्कर मे रिक्षा मे अपने बच्चे को ही भूल गयी ??‍♂યંગ ટેક્સ એવી માતાઓને વિનંતી છોકરાઓનું ધ્યાન રાખે મોબાઈલનું ઓછું રાખો…. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે,  મહિલા મોબાઈલના ચક્કરમાં તેના બાળકને રિક્ષામાં જ ભૂલી ગઈ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 14 લોકોએ લાઈક કરી હતી.  એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 16 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.02-19_06_17.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ રીતે મહિલા તેના બાળકને ઓટોરિક્ષામાં ભૂલી ગઈ હોય અને આ રીતે વીડિયો વાયરલ થયો હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કે કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત તે માટે સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈ मोबाइल के चक्कर मे रिक्षा मे अपने बच्चे को ही भूल गइ मा સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.02-21_11_27.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસ આગળ વધારી હતી. અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં 0.7 મિનિટે જોઈ શકાય છે કે કોઈ શુટિંગ થઈ રહ્યું છે અને લોકો તેને ટોળે વળીને જોઈ રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.09.02-21_22_42.png

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આસિફ ટોડિયા દ્વારા 24 ઓગષ્ટ, 2019 ના રોજ આ વીડિયોનો એક બીજો એન્ગલ ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો. જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ એક વીડિયોનું શુટિંગ જ ચાલી રહ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ વીડિયોને વધુ ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં જે કલાકાર દેખાઈ રહ્યો છે તેનું નામ શરદ શર્મા છે અને તે એક ગુજરાતી કલાકાર છે. ત્યાર બાદ અમે અમારા એક સહયોગીની મદદથી શરદ શર્માનો સંપર્ક કર્યો હતો. તેઓને અમે આ ઘટના અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર આ વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ તઈ રહ્યો છે. હકીકત એ છે કે આ વીડિયો મોબાઈલના વધુ પડતા ઉપયોગથી લોકોને સજાગ કરવા માટેની એક શોર્ટ ફિલ્મનો એક ભાગ છે, જેમાં મે એક રિક્ષાચાલકનો ભાગ ભજવ્યો છે. આ વીડિયો મહારાષ્ટ્રના નાસિકમાં શૂટ કરવામાં આવ્યો છે. જ્યારે આ સંપૂર્ણ વીડિયો રિલીઝ કરવામાં આવશે ત્યારે તમે આ ભાગને તે વીડિયોમાં જોઈ શકશો. શૂટિંગ સમયે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેનો વીડિયો ઉતારીને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.”

2019-09-02.png

ઉપરોક્ત તમામ પરિણામો પરથી એ સાબિત થાય છે કે, મહિલા હકીકતમાં પોતાના બાળકને રિક્ષામાં નથી ભૂલી ગઈ પરંતુ આ એક શોર્ટ ફિલ્મના શૂટિંગનો એક ભાગ છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, મહિલા હકીકતમાં પોતાના બાળકને રિક્ષામાં નથી ભૂલી ગઈ પરંતુ આ એક શોર્ટ ફિલ્મના શૂટિંગનો એક ભાગ છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર મોબાઈલના ચકકરમાં મહિલા બાળકને ઓટોમાં જ ભૂલી ગઈ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False