આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા.

નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા માતા દુર્ગાનું અપમાન કરવામાં આવ્યુ હતુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Prakash Padaya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા માતા દુર્ગાનું અપમાન કરવામાં આવ્યુ હતુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
સૌપ્રથમ અમે યુટ્યુબ પર “સ્મૃતિ ઈરાની દુર્ગા ભાષણ” કીવર્ડ શોધીને તપાસ શરૂ કરતા અમને ભારતીય જનતા પાર્ટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો એક વિડિયો મળ્યો. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “જેએનયુ અને રોહિત વેમુલા મુદ્દાઓ પર ચર્ચાના જવાબમાં સ્મૃતિ ઈરાનીનું ભાષણ – 24.02.2016”
જો તમે આ વિડિયોને ધ્યાનથી સાંભળો છો, તો તમે જોશો કે 30 મિનિટ અને 25 સેકન્ડમાં સ્મૃતિ ઈરાની લોકસભાના સ્પીકરને સંબોધી કહે છે.
“જેએનયુના લઘુમતી, એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓનું નિવેદન અને તેઓ શું નિંદા કરે છે, એક પ્રયાસ, જેમ કે મેં 10મી ફેબ્રુઆરીના રોજ આ પેમ્ફલેટ કહ્યું હતું તેની હાઇલાઇટસ છે, જેને સામ્યવાદી નેતાઓ મહિષાસુર શહિદ દિવસ કહે છે. અને મારા ભગવાન મને આ વાંચવા માટે માફ કરે.”
પછી તે દેવી દુર્ગા વિશેની તે વિવાદાસ્પદ ચર્ચાઓ વાંચવાનું શરૂ કરે છે. નીચે તમે સોશિયલ મિડિયા પર વાયરલ વિડિયો અને ઓરિજિનલ વિડિયોમાં કહેલા શબ્દોની સરખામણી જોઈ શકો છો.
વિડિયોમાં જે વર્ણન છે તે વાસ્તવમાં જેએનયુના લઘુમતી, એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓનું નિવેદન છે. સ્મૃતિ ઈરાનીએ તેમના ભાષણની શરૂઆતમાં આનો ઉલ્લેખ કર્યો છે અને તે આ વસ્તુઓને ટાંકતા પહેલા ભગવાનને માફી પણ માંગી હતી.
ઈન્ડિયા ટુડે દ્વારા 26મી ફેબ્રુઆરી 2016ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, “ઈરાનીની આ ટિપ્પણીઓ વાંચ્યા પછી, વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.” જે બાદ આ ટિપ્પણીઓને રાજ્યસભાના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી હતી. જો કે, આ વીડિયો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.”

પરિણામ
આમ, અમારી પડાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન નથી કરવામાં આવ્યુ. જેએનયુના એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓએ મા દુર્ગા પર કેવી રીતે અપમાનજનક ટિપ્પણી કરી તે અંગે તેઓ સંસદમાં નિવેદન આપી રહ્યા હતા તેનો વિડિયો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..
Fact Check By: Frany KariaResult: False
