મહિલાના ઝઘડાનો આ વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો નહિં પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના બાલાસિનોરના મેળા દરમિયાનનો આ વિડિયો છે.

ગુજરાતમાં શ્રાવણ મહિના દરમિયાન તહેવારોની મોજ ચાલતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણી મેળાનું પણ ઠેર-ઠેર આયોજન કરવામાં આવતુ હોય છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવતીઓ વચ્ચે જોરદાર ઝઘડો થઈ રહ્યો છે અને લોકો તેનો વિડિયો લઈ રહ્યા છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Ravi Kathiyawadi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 ઓગસ્ટ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ વિડિયો ઈટીવી ભારત દ્વારા તેમની વેબસાઈટ પ્રસારિત કર્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નવસારી-બિલિમોરા સોમનાથ મંદિરમાં યોજાયેલા મેળામાં મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે આ મેળામાં 2 મહિલાઓએ ઝઘડો કરતા તેઓ ચર્ચાનો વિષય બની હતી. આ બંને મહિલાઓએ એકબીજાના વાળ પકડીને એકબીજાને માર માર્યો હતો. જોકે, આ બંને મહિલાઓને છૂટી પાડવાની જગ્યાએ લોકો તેનો વિડિયો બનાવવામાં મશગુલ જોવા મળ્યા હતા.

ઈટીવીભારત | સંગ્રહ

તેમજ વધુ સર્ચ કરતા અમને વીટીવી દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર પણ આ વિડિયોને શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે, “બાપ રે બાપ ! ભર મેળા વચ્ચે યુવતીઓ એવી બાખડી કે.નવસારીના બીલીમોરામાં મેળાવમાં યુવતીઓના મારામારીનો વીડિયો વાયરલ થયો છે. સોમનાથ મહાદેવ મંદિર પાસે યુવતીઓ વચ્ચે થઇ મારામારી.

દિવ્યભાસ્કર દ્વારા પણ તેમની વેબસાઈટ પર વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ અમે જામનગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયોમાં જોવા મળતુ મેળાનુ સ્થળ જામનગરનું નથી લાગી રહ્યુ, તેમજ આ પ્રકારે મહિલાઓની લડાઈ થઈ હોવાનું પણ અમારા ધ્યાનમાં આવ્યુ નથી.

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા બાલાસિનોર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો સોમનાથ મહાદેવ મંદિરના મેળાનો હોવાનું અમને પણ જાણવા મળ્યુ છે. પરંતુ આ વિડિયો અંગે હજુ સુધી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી. પરંતુ અમે પણ આ મહિલાઓ અંગે શોધખોળ કરી રહ્યા છીએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો સૌરાષ્ટ્રના જામનગર શહેરના મેળાનો નહિં પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરના બાલાસિનોરના મેળા દરમિયાનનો આ વિડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake Check: મેળામાં મહિલા વચ્ચે થયેલા ઝઘડાના વિડિયો અંગે જાણો સત્યતા...

Fact Check By: Frany Karia

Result: False