શું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી…? જાણો શું છે સત્ય.

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Nirav Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રાજ ઠાકરેના નામ સાથે એક ટ્વિટ પણ શેર કરવામાં આવેલુ હતુ અને આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજ ઠાકરે દ્વારા સંજય રાઉત માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ટ્વિટર પર રાજ ઠાકરેનું એકાઉન્ટ શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, રાજ ઠાકરેનું ઓફિસિયલ એકાઉન્ટ છે. જે એકાઉન્ટ પરથી તારીખ 3 સપ્ટેમ્બરના છેલ્લુ ટ્વિટ કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ કોઈ ટ્વિટ કરવામાં આવ્યુ ન હતુ. જે તમે નીચે જોઈ શકો છો.RAJ THACKERAY ACCOUNT

તેમજ પોસ્ટમાં જે ટ્વિટ શેર કરવામાં આવ્યુ હતુ તે અંગે પણ જાણવા અમે પ્રયત્ન કર્યો હતો, જેમાં રાજ ઠાકરેની આગળ સ્મોલમાં “i” લખવામાં આવ્યો છે. એટલે કે, યુઝરનેમ “iRajThackeray” છે. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ ટ્વિટર પર આ એકાઉન્ટ અંગે અમે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ટ્વિટર દ્વારા આ એકાઉન્ટને ડિલિટ કરી નાખવામાં આવ્યુ છે.

iRajThackeray

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રાજ ઠાકરે દ્વારા આ પ્રકારે કોઈ ટ્વિટ કરવામાં નથી આવ્યુ, રાજ ઠાકરેના નામે ફેક એકાઉન્ટ જે હતુ તેને ટ્વિટર દ્વારા પણ હટાવી દેવામાં આવ્યુ છે.

Avatar

Title:શું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી…? જાણો શું છે સત્ય.

Fact Check By: Yogesh Karia 

Result: False