વર્ષ 2014ના વિડિયોને હાલમાં દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં થયેલા વિરોધનો દર્શાવવામાં આવી રહ્યો…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Nilesh Patel Patidar નામના ફેસબુક યુઝર દ્વારા Active Politics નામના ફેસબુક પેજ પર 18 ડિસેમ્બરના એક પોસ્ટ શેર કરી હતી. “कुटाई विथ भजन…जामिया दिल्ली😊 तबले की थाप और अद्भुत नृत्य पर फोकस करें!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 53 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વિડિયો “દિલ્હીમાં હાલમાં જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાનનો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમ થી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 જાન્યુઆરી 2014નો ઘ ગાર્ડિયન વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, દિલ્હીના પોલીસકર્મીઓએ શેરીમાં એક વ્યક્તિને લાકડીઓ વડે માર માર્યો હતો અને તેના પાકીટમાંથી પૈસા લીધા હતા. જે વિડિયો આમ આદમી પાર્ટીએ તેમના ફેસબુક પેજ પર અપલોડ કરતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

THE GUARDIAN | ARCHIVE

ત્યારબાદ અમે આમ આદમી પાર્ટીના ઓફિસિયલ પેજની મુલાકાત લેતા અમને આ વિડિયો 24 જાન્યુઆરી 2014ના અપલોડ કરવામાં આવેલો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે વિડિયો તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિઓ છ વર્ષ  જૂનો છે. આ વીડિયોને જામિયા મિલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા તોફાનો સાથે કોઈ લેવાદેવા નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિઓ છ વર્ષ  જૂનો છે. આ વીડિયોને જામિયા મિલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા તોફાનો સાથે કોઈ લેવાદેવા નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:વર્ષ 2014ના વિડિયોને હાલમાં દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં થયેલા વિરોધનો દર્શાવવામાં આવી રહ્યો…

Fact Check By: Yogesh Karia 

Result: False