
ઉત્તરાયણના પર્વમાં દાનનો ખૂબ મહિમા છે. તે દિવસે સૌ કોઈ દાન કરે છે. જે જૂદા-જૂદા પ્રકારનું હોય છે. હાલ આ જ ઉત્તરાયણ પર્વને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિદ્વાર અને રૂષિકેશની યાત્રા કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં અમદાવાદ થી હરિદ્વારા અને રૂષિકેશ સુધીની ટ્રેન યાત્રા મફત કરવવામાં આવશે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Katariya Nayna નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં અમદાવાદ થી હરિદ્વારા અને રૂષિકેશ સુધીની ટ્રેન યાત્રા મફત કરવવામાં આવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મેસેજ અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ મેસેજ ગત વર્ષે પણ વાયરલ થયો હતો. જેને તે સમયે પણ ફેસબુક યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

આમ એક વાત તો નક્કી હતી કે, આ મેસેજ હાલનો નથી, ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ નંબર 97502 11111 પર ફોન કરી અને સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે નંબર બંધ આવી રહ્યો છે.
જો આ પ્રકારે કોઈ આયોજન કરાયુ હોય તો અમદાવાદથી ટ્રેનનું બુકિંગ પણ કરાયુ હોય, તેથી અમે રેલવે પીઆરઓ પ્રદિપ શર્માનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરાયુ નથી, આ મેસેજ તદ્દન ફેક છે. ગત વર્ષે પણ આ પ્રકારનો મેસેજ વાયરલ થયો હતો. ત્યારે પણ ઘણા લોકો પૂછપરછ માટે આવ્યા હતા.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરાયુ નથી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:ઉત્તરાયણમાં રૂષિકેશ અને હરિદ્વારના મફત યાત્રાના નામે ફેક મેસેજ વાયરલ…
Fact Check By: Yogesh KariaResult: False
