
Naran Pampaniya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ચાલો અમદાવાદમાં બહુ મોટી રથયાત્રા શરૂ ના થઈ.કોઇ અફસોસની વાત નથી. જેવો માહોલ. આપણે જોઈએ નયુઝીલેડ ની રથયાત્રા….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 24 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વર્ષે ન્યુઝીલેન્ડમાં નિકળેલી રથયાત્રાનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 7 ડિસેમ્બર, 2019ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો અને તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ન્યુઝીલેન્ડમાં વાર્ષિક હરે કૃષ્ણ રથયાત્રા મહોત્સવ છે.
ત્યારબાદ અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોમાં અને યુટ્યુબ પર મળી આવેલા વિડિયોમાં ઘણી સમાનતા જોવા મળી હતી. જેમાની એક તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે 2020 માં ન્યુઝીલેન્ડમાં રથયાત્રા વિડિઓ પર યુ ટ્યુબ માટે શોધ કરી. દરમિયાન 23 જૂન, 2020 ના રોજ, ઓટીવી દ્વારા એક વિડિઓ યુટ્યુબ પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વીડિયો અનુસાર, તે 2020માં ન્યુઝીલેન્ડમાં ભગવાન જગન્નાથની રથ સવારીનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2019માં નિકળેલી રથયાત્રાનો આ વિડિયો છે.

Title:શું ખરેખર ન્યુઝીલેન્ડમાં આ વર્ષે નિકળેલી રથ યાત્રાનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yoogesh KariaResult: False
