શું ખરેખર IASની પરિક્ષામાં 3rd રેન્ક મેળનાર કર્ણાટકની રેવાથીનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Narendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાજ માટે અને આજના વિધાથીઁઅો માટે તેમજ મા-બાપ માટે પ્રેરણારુપ કિસ્સા જાણવા વાંચવા મડયો છે .વિગતો આપણા ભુતપૂવઁ મુખ્ય સચિવ લહેરી સાહેબે લખી છે એેટલે ખોટુ હોવાનુ કારણ નથી પ્રસ્તુત તસવીર મકાન મા રહેતા રોજ છુટક મજુરી કરવા જતી કણાંટક ના પરિવાર ની છે .માંડ પેટિયુ રળતા પરિવાર ની દિકરી મિસ.રેવાથી I.A.S ની પરિક્ષા મા 3rd rank મા પાસ થઇ છે.મા બાપ અને વિધાથીંઓ માટે અા અેક ઉત્તમ ઉદાહરણ છે. ભણવુ છે એને કોઇ તકલિફ નથી …પડકાર જનક કિસ્સો છે.ઉપાડિ શકાય તો…….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 116 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “IASની પરિક્ષામાં ત્રીજો નંબર મેળવી ટોપરમાં સામેલ થનાર મિસ રેવાથીનો ફોટો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે કેન્દ્રીય જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લીધી, જે ભારતીય વહીવટી સેવામાં પ્રવેશ માટે પરીક્ષાઓ લે છે. અહીં ઉપલબ્ધ પરિણામોમાં પોસ્ટમાં જે યુવતીનું નામ છે. તેનું નામ જોવા મળ્યુ ન હતુ.

ત્યારબાદ ગૂગલગ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને journalismpower.com નામની વેબસાઈટ પર તારીખ 26 માર્ચ, 2017ના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ મુજબ, રેવતી આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના અવનીગડ્ડામાં ગરીબ પરિવારની એક છોકરી છે. રેવતીની આંધ્ર પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી હતી. તમે નીચે તેલુગુ વેબસાઇટ દ્વારા પ્રદાન થયેલ સમાચાર અને ફોટા જોઈ શકો છો.

JOURNALISMPOWER.COM | ARCHIVE

આ ઉપરાંત, આંધ્રપ્રદેશના સૌથી વધુ વપરાશમાં આવતા અખબાર ઇનાડુની વેબસાઇટ પર પસંદ કરેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની યાદી પ્રકાશિત કરવામાં આવી હતી.

ARCHIVE 

આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના અવનીગડ્ડા ખાતે શિવાજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસમાં 28 માર્ચ, 2017ના રોજ રેવતીનુ સન્માન કરવામાં આવ્યું હતુ. તમે તે આર્ટિકલને (archive) પણ જોઈ શકો છો. નમસ્તે તેલંગાણાએ 28 માર્ચ, 2017 ના રોજ આપેલા સમાચાર પણ તમે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી યુવતી આઈએએસની ટોપર નથી. પરંતુ રેવતી વેંકટ 2017માં આંધ્રપ્રદેશ પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામી હતી. 

Avatar

Title:શું ખરેખર IASની પરિક્ષામાં 3rd રેન્ક મેળનાર કર્ણાટકની રેવાથીનો ફોટો છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False