Fact Check: ભાજપાના પ્રમુખ જે પી નડ્ડાનો અધુરો વિડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

ભાજપ પહેલા જનસંઘ તરીકે ઓળખાતું હતું જેની સ્થાપના 1952માં થઈ હતી. જેપી નડ્ડા કાશ્મીરના મુદ્દે તેમની પાર્ટીના વિચાર વિશે વાત કરી રહ્યા હતા. જેપી નડ્ડા ખોટુ બોલી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એમ કહેતા સાંભળી શકાય છે કે 1951-1952 પછી ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે કહ્યુ હતું કે, એક દેશમાં બે કાયદા અને બે બંધારણ ચાલશે નહીં, નડ્ડાની ટિપ્પણી જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની પૃષ્ઠભૂમિ સામે આવી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જેપી નડ્ડા દ્વારા ખોટુ બોલવામાં આવ્યુ કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1952માં કરવામાં આવી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જેપી નડ્ડા દ્વારા ખોટુ બોલવામાં આવ્યુ કે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1952માં કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ અંગે સર્ચ કરતા અમને ‘ઓફિસ ઓફ જેપી નડ્ડા’ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરનું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. 16 ઓક્ટોબર, 2022ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આપવામાં આપવામાં આવેલુ સંપૂર્ણ ભાષણ હતુ. 7 મિનિટના આ ભાષણમાં જેપી નડ્ડા કહે છે કે “1950ના દાયકામાં જનસંઘની સ્થાપના થઈ ત્યારથી તમામ પક્ષોના સિદ્ધાંતો, વિચારસરણી અને પદ્ધતિઓ બદલાઈ ગઈ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે, જેની શરૂઆત 1951-52માં થઈ હતી. માને છે કે એક દેશમાં બે બંધારણ કામ કરશે નહીં.”

Archive

વાસ્તવમાં, ભાજપ પહેલા જનસંઘ તરીકે ઓળખાતું હતું અને નડ્ડા આ રેલીમાં કાશ્મીરના મુદ્દા પર તેમની પાર્ટીના દૃષ્ટિકોણ વિશે વાત કરી રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીરના રજવાડાના ભારતમાં વિલીનીકરણ પછી, ભારતીય બંધારણની કલમ 370 હેઠળ આ પ્રાંતને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, કેન્દ્ર સરકારે રાજ્યનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. 

‘ભારતીય જન સંઘ’ની સ્થાપના વર્ષ 1952માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે કરવામાં આવી હતી. તેણે પહેલી લોકસભા ચૂંટણીમાં પણ ત્રણ બેઠકો જીતી હતી. આ પછી, વર્ષ 1977માં કટોકટી પછી યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં, ‘ભારતીય જનસંઘ’ ‘જનતા પાર્ટી’માં ભળી ગયો અને ઘણા વિરોધ પક્ષોની રચના કરી. વર્ષ 1979માં ‘જનતા પાર્ટી’ તૂટ્યા બાદ ‘ભારતીય જનસંઘ’ વર્ષ 1980માં નવા નામ ‘ભારતીય જનતા પાર્ટી’ સાથે બહાર આવ્યું. એટલે કે વર્તમાન ભાજપની સ્થાપના ભલે 1980માં થઈ હોય પરંતુ તેનો ઈતિહાસ ‘ભારતીય જન સંઘ’ સાથે સંકળાયેલ છે.

BJP History

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભાજપ પહેલા જનસંઘ તરીકે ઓળખાતું હતું જેની સ્થાપના 1952માં થઈ હતી. જેપી નડ્ડા કાશ્મીરના મુદ્દે તેમની પાર્ટીના વિચાર વિશે વાત કરી રહ્યા હતા. જેપી નડ્ડા ખોટુ બોલી રહ્યા હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fact Check: ભાજપાના પ્રમુખ જે પી નડ્ડાનો અધુરો વિડિયો ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…

Fact Check By: Frany Karia 

Result: Missing Context