શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

False રાજકીય I Political

Social Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા 22 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મોદીની જીત જોઈને પાકિસ્તાનનું આ શહેર મનાવી રહ્યું છે ખુશી…જુઓ તેના ફોટો… ખુશ થઈ જશો.. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 283 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 34 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-yandex.com-2019.05.24-21-41-51.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ ઉપરના પરિણામો પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટો 2019 માં મોદીની જીતની ખુશીના ઉજવણીના નહીં પરંતુ 2019 પહેલાની ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટો પાકિસ્તાનમાં કોલસાણી ખાણમાં થયેલા વિસ્ફોટના છે અને એ પણ માતમની સ્થિતિના માહોલના ફોટો છે નહીં કે કોઈ ખુશીના. પોસ્ટમાં દર્શાવેલો પહેલો અને ત્રીજો ફોટો મે 2018 માં પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટનો છે. આ સમાચારને ઘણા બધા સમાચાર માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Dhaka TribuneDawn.ComNDTV.Com
ArchiveArchiveArchive

આ અંગેની અમારી વધુ તપાસમાં અમને પાકિસ્તાનમાં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટના સમાચારનો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પોસ્ટમાં દર્શાવેલો બીજો ફોટો પણ કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટનો જ છે . જે અમને કેટલાક સમાચાર માધ્યમોમાં જોવા મળ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Tribune.ComTasnimNews.Com
ArchiveArchive

વધુ તપાસમાં અમને એ પણ જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો બીજો ફોટો પાકિસ્તાનમાં આવેલા કુંડ મલીર બીચનો છે. જે કેટલીક વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે. આ ફોટોને તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Karanchi Water Sports ClubGetout.Pk
ArchiveArchive

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવેલા મોદીની જીતની ખુશીના ફોટો ખોટા છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં લોકો મનાવી રહ્યા છે મોદીની જીતની ખુશી…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False