શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી...? જાણો શું છે સત્ય....
ગુજરાતમાં કોરોનાને લઈ ભારે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ત્યારે મંગળવાર સવારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને ત્રણ ચાર દિવસનું કર્ફ્યુ લગાવવા તેમજ કોરોનાના કેસને કાબુમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી જ લોકડાઉનને લઈ ભારે ગરમા-ગરમીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે સોશિયલ મિડિયામાં પર એક પોસ્ટ વાયરલ થઈ રહી હતી. અને દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં બુધવારશી સંપૂર્ણ લોકડાઉનની જાહેરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં નથી આવી. 20 શહેરોમાં માત્ર રાત્રી કર્ફ્યુ જ લાદવામાં આવ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hd New Channel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 એપ્રિલ 2021ના ખેડૂત પરીવાર ગ્રુપમાં જોડાવાં એક વિનંતી છે નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતમાં બુધવારશી સંપૂર્ણ લોકડાઉનની જાહેરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને બીબીસી ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “હાઈકોર્ટના આદેશ બાદ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈપાવર કમિટિની બેઠકમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતના 20 જિલ્લામાં રાત્રિના 8 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો.”
આ સમાચારને દિવ્યભાસ્કર દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતા, જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, સંપૂર્ણ લોકડાઉનના બદલે સરકાર દ્વારા 30 એપ્રિલ સુધી રાત્રિના 8 થી 6 સુધી કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યુ છે.
તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પરથી આ અંગે માહિતી આપતો વિડિયો પણ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં નથી આવી. 20 શહેરોમાં માત્ર રાત્રી કર્ફ્યુ જ લાદવામાં આવ્યુ છે.
Title:શું ખરેખર ગુજરાતમાં લોકડાઉનની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી...?
Fact Check By: Yogesh KariaResult: False