ઈન્દિરા ગાંધી સાથેનો નરેન્દ્ર મોદીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી અને અન્ય લોકો સાથે ઉભેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના લોકો સાથે ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ છે પરંતુ આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
दसुभा गोहिल राजवंश નામના ફેસબુક યુઝર દ્વારા 3 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આલે લે આતો મૂળ કોંગ્રેસી નિકળિયા લ્યો કરો ભગતો હવે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસના લોકો સાથે ઉભા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને metrosaga.com દ્વારા 24 એપ્રિલ, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા આર્ટિકલમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો પરંતુ તેમાં ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારની સાથે ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળતા નથી.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો thequint.com દ્વારા પણ 24 એપ્રિલ, 2019 ના રોજ એક સમચારમાં મૂકવામાં આવ્યો હતો. આ ફોટોમાં પણ ક્યાંય વડાપ્રધાન નરેનદ્ર મોદી જોવા મળતા નથી.
વધુમાં અમને એ જાણવા મળ્યું હતું કે, ઈન્દિરા ગાંધી અને ડૉ. રાજકુમારનો આ ફોટો સંગીથા મ્યુઝીક ઈવેન્ટનો છે. તેથી અમે વધુ તપાસ કરતાં આ ફોટો અમને Sangeetha Music ની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો.
નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા એડિટેડ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ છે પરંતુ આ ફોટોને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:ઈન્દિરા ગાંધી સાથેનો નરેન્દ્ર મોદીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False