હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં ટ્રક એસટી બસ અને તૂફાન છે. અને મોટી સંખ્યામાં ઘાયલ લોકો રોડ પર અને વાહનની અંદર જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે અને 15-20 લોકોના મોત થયા છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં મુકવામાં આવેલો વિડિયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનનો નહિં પરંતુ માર્ચ 2020માં તાપી જિલ્લાના પોખરણ નજીક થયેલા ટ્રીપલ અકસ્માતનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Channel Seven New નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે અને 15-20 લોકોના મોત થયા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થય હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો ફેસબુક પર 5 માર્ચ 2020ના પ્રાપ્ત થયો હતો. જેના પરથી સ્પષ્ટ છે કે, આ ઘટના હાલની નથી. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ અમને ન્યુઝ 18 ગુજરાતી દ્વારા 2 માર્ચ, 2020ના રોજ પ્રસારિત કરવામાં આવેલા વિડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વિડિયોમાં દેખાતા દ્રશ્યો તમે જોઈ શકો છો. આ સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, તાપી જિલ્લાના સોનગઠના પોખરણ નજીક નેશનલ હાઈવે 56 પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

આજ માહિતી સાથેના સમાચાર અમને અન્ય મિડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. વીટીવી ગુજરાતી, ટીએનએ લાઈવ ન્યુઝ, સ્પાર્ક ટુડે ન્યુઝમાં પણ વિશેષ માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વિડિયો માર્ચ 2020માં તાપી જિલ્લાના પોખરણ નજીક થયેલા ટ્રિપલ અકસ્માતનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,પોસ્ટમાં મુકવામાં આવેલો વિડિયો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતનનો નહિં પરંતુ માર્ચ 2020માં તાપી જિલ્લાના પોખરણ નજીક થયેલા ટ્રીપલ અકસ્માતનો છે.

Avatar

Title:શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False