ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો વીડિયો હાથરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો છે. જેમાં પોલીસે ઘરમાં ઘૂસીને દલિત પરિવાર પર અત્યાચાર કરી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો નહીં પરંતુ ઉન્નાવનો છે. જેને હાથરસ સાથે કોઈ જ સંબંધ નથી. જેને લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓક્ટોમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા એક વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટનાનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ટ્વિટર પર સમાજવાદી પાર્ટીના બિરેન્દ્ર કુમાર યાદવ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “ઉન્નાવ ખાતે એક પરિવારને પોતાની જમીન પર બની રહેલા પોલીસ સ્ટેશનનો વિરોધ કરવાનું ભારે પડ્યું, વિરોધ કરવા પર પોલીસ જબરદસ્તી ઘરમાં ઘૂસીને જરૂરી કાગળો પોતાની સાથે લઈ ગઈ. આ ઘટના માખી પોલીસ સ્ટેશનના ચકલવંશી કસ્બા ખાતે બની છે.”

Archive

આ વીડિયોની નીચે ઉન્નાવ પોલીસ દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ વીડિયો વિશે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. આ સ્પષ્ટીકરણ વીડિયોમાં પોલીસ અધિકારી દ્વારા આ ઘટના ઉન્નાવ ખાતે બની હોવાનું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે.

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ફેક્ટ ક્રેસેન્ડોની ટીમે ઉન્નાવના એસ.પી. આનંદ કુલકર્ણીનો સંપર્ક કરી આ ઘટના અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો ઉન્નાવનો છે અને આ ઘટના માખી પોલીસ સ્ટેશનની છે. આ ઘટના પરિવાર અને ગ્રામ પંચાયત વચ્ચેની જમીનની લડતને લગતી છે. મામલો થાળે પાડવા માખી પોલીસ સ્ટેશનના એસઆઈ સ્વદેશ યાદવે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓ અને પરિવાર વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ તેમજ ઘટનાને હાથરસ પીડિતા અને તેના પરિવાર સાથે કોઈ જ સંબંધ નથી.”

વધુ તપાસમાં અમને Patrika Uttar Pradesh દ્વારા 1 ઓક્ટોમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ ઘટના ઉન્નાવની હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ દલિત પરિવાર દ્વારા પોલીસ પર ઘરમાં ઘૂસીને મારપીટ, તોડફોડ અને અશ્લીલતાનો આરોપ લગાવવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

Archive

ગુગલ મેપ પર ઉન્નાવ અને હાથરસ વચ્ચેના અંતર વિશેની માહિતી સર્ચ કરતાં આ બંને વચ્ચે લગભગ 353 કિલોમીટનું અંતર હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

screenshot-www.google.com-2020.10.14-20_28_44.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઉત્તરપ્રદેશના હાથરસનો નહીં પરંતુ ઉન્નાવમાં બનેલી ઘટનાનો છે. જેને હાથરસ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બનેલી ઘટનાનો વીડિયો હાથરસના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False