શું ખરેખર બગોદરા–તારાપુર હાઈ-વે જર્જરીત હાલતમાં છે..? જાણો શું છે સત્ય…

રાજકીય I Political

Dharmesh Panditનામના ફેસબુક યુઝર દ્વારા ગુજરાતી વાતો નામના પેજ પર 26 મે 2019ના એક પોસ્ટ શેર કરી હતી. સાબરમતી પુલ વટામણ ગલિયાણા (બગોદરા – તારાપુર હાઈ વે) જરા શેર કરો માણસ બચી જશે શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 378 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 401 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બગોદરા-તારાપુર હાઈવે પર આવેલો પુલ જર્જરિત હાલતમાં છે.

PHOTO ARCHIVE | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. જો આ પ્રકારનો પુલ હોય તો સ્થાનિક મિડિયા દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા જ હોય તેથી અમે ગૂગલ પર bagodara tarapur bismar bridge લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

GOOGLE SEARCH.png

ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા વિડિયો સાથે ગુજરાતના સ્થાનિક મિડિયા દ્વારા 24 ડિસેમ્બર 2018ના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો ડિસેમ્બર મહિનાનો છે. ત્યારબાદ અમને એ પણ જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના સામે આવતા સંબધિત વિભાગ દ્વારા  આ પુલને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો હતો, દિવ્યભાસ્કર દ્વારા 24 ડિસેમ્બર 2018ના પ્રસારિત કરવામાં આવેલા અહેવાલમાં આ વિગતો પણ દર્શાવવામાં આવી હતી.  

DIVYABHASKAR.png

ઉપરોક્ત આર્ટિકલ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

DIVYABHAKAR | ARCHIVE ARTICLE

ત્યારબાદ અમે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી R&Bની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો અને ત્યા હાજર અધિકારી દ્વારા પણ અમને જણાવ્યુ હતુ કે, “જે-તે સમયે આ બ્રિજને હમેશાં માટે બંધ કરી દેવામાં આવ્યો હતો, હાલ પણ આ બ્રિજ બંધ જ છે.”

આમ, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો જૂનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થયુ છે. હાલ આ બ્રિજ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.

પરિણામ

ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો જૂનો હોવાનું અમારી પડતાલમાં સાબિત થયુ છે. હાલ આ બ્રિજ સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે.

Avatar

Title:શું ખરેખર બગોદરા–તારાપુર હાઈ-વે જર્જરીત હાલતમાં છે..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False