શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”...! જાણો શું છે સત્ય...
મુકલો ગુજરાતી નામના એક ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, नसीरुद्दीन ने कहा- मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे ..विकास गया भाडमे अब तो हमे मोदी ही चाहीये!!?????. આ પોસ્ટને લગભગ 659 જેટલા લોકોએ લાઈક કરી હતી. 83 લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 86 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી.
Face book | Archive
સંશોધન
જો ખરેખર નસીરુદ્દીન શાહે આવું કોઈ નિવેદન આપ્યું હોય તો એ એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા એને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત એટલા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને नसीरुद्दीन ने कहा- मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.
ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લીધો અને ત્યાં પણ અમે मोदी जी दोबारा पीएम बने तो लाखो मुस्लिम देश छोड़ देंगे : नसीरुद्दीन शाह સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ નસીરૂદ્દીન શાહે કોઈ નિવેદન આપ્યું હોય એવી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. હવે અમે નસીરૂદ્દીન શાહનું ફેસબુક એકાઉન્ટ પણ ચેક કર્યું તો અમને ત્યાં પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
તમામ સંશોધનના અંતતે અમને નસીરૂદ્દીન શાહનો 2018નો એક વીડિયો પ્રાપ્ત થયો હતો જેમાં તેઓએ એવું કહ્યું હતું કે, “આજે ભારતમાં જે રીતનો માહોલ બનેલો છે એના લીધે હું મારા છોકરાઓ માટે પણ ડરેલો છું.” આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પરિણામ:
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, નસીરૂદ્દીન શાહે ક્યાંય પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હોય એવું સાબિત થતું નથી.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર નસીરૂદ્દીન શાહે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે તો લાખો મુસ્લિમ દેશ છોડી દેશે”...! જાણો શું છે સત્ય...
Fact Check By: Dhiraj VyasResult: False