શું ખરેખર મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશેની માહિતી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, મનમોહનસિંહને અમેરિકા દ્વારા દુનિયાના સૌથી ઈમાનદાર 50 વ્યક્તિઓમાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોય એવી કોઈ જ માહિતી અમારા સંશોધનમાં પ્રાપ્ત થતી નહતી કે આવી કોઈ જ માહિતી નેટ પર પણ પ્રાપ્ત થઈ નહતી. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા આ પ્રકારની ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhiraj Lathiya નામના ફેસબુક યુઝર દ્વારા 30 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના લખાણમ એવું લખવામાં આવ્યું છે કે, અમેરિકા એ સૌથી ઈમાનદાર પચાસ વ્યક્તિની યાદી જાહેર કરી તેમાં ભારતનાં એક માત્ર ડો. મનમોહનસિંહ છે અને તે પણ પહેલાં સ્થાન ઉપર💪. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં મળેલા પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે અમેરિકાના વ્હાઈટ હાઉસની સત્તાવાર વેબસાઈટ whitehouse.gov પર પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.
ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, દુનિયાના સૌથી ઈમાનદાર લોકોની યાદી જાહેર કરવામાં આવે છે કે કેમ? પણ અમને આ પ્રકારની કોઈ જ માહિતી કે યાદી ઈન્ટરનેટ પર પ્રાપ્ત થઈ નહતી.
અમારી વધુ તપાસમાં અમને ફોર્બ્સ મેગેજીન દ્વારા દર વર્ષે દુનિયાના સૌથી તાકાતવાર લોકોની યાદી જાહેર કરવામાં આવતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં અમને એ માહિતી પ્રાપ્ત થઈ હતી કે, મનમોહનસિંહને વર્ષ 2012 માં ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી તાકાતવાર 20 લોકોની યાદીમાં 13 મું સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ વર્ષ 2013 માં તેમને 28 મું સ્થાન પ્રાપ્ત થયું હતું.
ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે ખરેખર અમેરિકાની સરકાર દ્વારા આ પ્રકારે કોઈ યાદી જાહેર કરવામાં આવે છે કે કેમ? તો અમને અમેરિકાની એક ઓફિશિયલ વેબસાઈટ senate.gov પ્રાપ્ત થઈ હતી જેમાં અમેરિકાની સરકાર દ્વારા આપવામાં આવતા એવોર્ડ અને જાહેર કરવામાં આવતી તમામ માહિતીની વિગતો હતી પરંતુ એમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહતી પ્રાપ્ત થઈ ન હતી. તેમજ અમેરિકાની સરકાર દ્વારા આ પ્રકારની કોઈ જ યાદી પણ જાહેર કરવામાં આવતી હોવાનું માલૂમ પડ્યું ન હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, મનમોહનસિંહને અમેરિકા દ્વારા દુનિયાના સૌથી ઈમાનદાર 50 વ્યક્તિઓમાં સૌપ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોય એવી કોઈ જ માહિતી અમારા સંશોધનમાં પ્રાપ્ત થતી નહતી.
Title:શું ખરેખર મનમોહનસિંહને અમેરિકાએ વિશ્વના 50 ઈમાનદાર લોકોની યાદીમાં પ્રથમ સ્થાન આપ્યું...?
Fact Check By: Vikas VyasResult: False