નરેન્દ્ર મોદીના ઝાડુ લગાવતા ફોટોનું જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

Hasmukh Khokhani નામના એક ફેસબુક યુઝર દ્વારા 1 ઓગસ્ટ, 2018 ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, दुनियां की सबसे प्यारी तस्वीर कोई पहचानेगा कोन है ये
महान इंसान। जय हिन्द. આ પોસ્ટને લગભગ 357 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 57 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લીધો તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

screenshot-www.google.co.in-2019.06.03-00-33-13.png

Google | Archive

ઉપરના પરિણામોમાં પરથી અમને એ જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ફોટો નરેન્દ્ર મોદીનો નથી પરંતુ તેને ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને મૂકવામાં આવ્યો છે. પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો 2 જૂન, 1946 ના રોજ એસોસિએટ પ્રેસના એક ફોટોગ્રાફર દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ તે નરેન્દ્ર મોદીનો ફોટો નથી તે એક સ્વીપરનો ફોટો છે. નરેન્દ્ર મોદીનો આ ફોટો સાચો એટલા માટે ના હોઈ શકે કારણ કે, નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ થયો હતો અને આ ફોટો એનાથી ચાર વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો.

ઉપરના ફોટોને કેટલાક અન્ય માધ્યમો દ્વારા પણ ફેક બતાવવામાં આવ્યો છે જે તમે નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

abplive.inaltnews.inoneindia.comboomlive.in
ArchiveArchiveArchiveArchive

આમ, પોસ્ટમાં દર્શાવેલા નરેન્દ્ર મોદીના ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેના તફાવતને તમે નીચે જોઈ શકો છો.

2019-06-03.png

અંતમાં અમને એ પણ જાણવા મળ્યું હતું કે, જનતા કા રિપોર્ટર દ્વારા કરવામાં આવેલી આરટીઆઈમાં પણ એ ખુલાસો કરવામાં આવ્યો હતો કે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા મોદીના ફોટોને એડિટ કરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Janta Ka Reporter | Archive

પરિણામ:

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવેલો ફોટો નરેન્દ્ર મોદીનો નથી પરંતુ તેને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:નરેન્દ્ર મોદીના ઝાડુ લગાવતા ફોટોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False