શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં અરવિંદ કેજરીવાલ જણાવી રહ્યા છે કે, “તેઓનો જનસંઘનો પરિવાર છે જન્મથી જ અમે બીજેપીવાલા છીએ મારા પિતાજી જનસંઘમાં હતા, ઈમરજન્સી વખતે તેઓ જેલમાં ગયા હતા.” આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે,“તેમના પિતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, કેજરીવાલ દ્વારા ક્યારેય કહેવામાં નથી આવ્યુ કે, તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા, તેઓ અન્ય વ્યક્તિ દ્વારા ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુની વાત કરી રહ્યા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mohammed Yusuf નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તેમના પિતા રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને એનડીટીવી દ્વારા ફેબ્રુઆરી 202માં કેજરીવાલનું  ઈન્ટરવ્યુ કરવામાં આવ્યુ હતુ તે પ્રાપ્ત થયુ હતુ. 

જે ઈન્ટરવ્યુમાં કેજરીવાલ 7 મિનિટ બાદ જણાવી રહ્યા છે કે, “હું બીજેપીવાલા એક ચેનલ જોઈ રહ્યો હતો, જેમા એક વ્યક્તિ બોલી રહ્યો હતો કે, અમારો જનસંઘનો પરિવાર છે જન્મથી જ અમે બીજેપીવાલા છીએ મારા પિતાજી જનસંઘમાં હતા, ઈમરજન્સી વખતે તેઓ જેલમાં ગયા હતા. આ વખતે હું કેજરીવાલને વોટ આપીશ તેને પુછ્યુ કેમ, તો કહ્યુ મારો દિકરો સરકારી શાળામાં ભણે છે અને એટલી ખરાબ હાલત હતી સરકારી શાળાઓની તેમણે મારા દિકરાનું ભવિષ્ય બનાવી આપ્યુ. એકલો માણસ છે જે કામને લઈ વોટ માંગે છે. સરકારમાં કામને લઈ કોઈએ વોટ નથી માંગ્યો.” કેજરીવાલનું આ નિવેદન તમે નીચે સાંભળી શકો છો.

ARCHIVE

સોશિયલ મિડિયામાં વાયરલ વિડિયો અને એનડીટીવી દ્વારા લેવામાં આવેલા અરવિંદ કેજરીવાલ વચ્ચેના વિડિયોનો તફાવત તમે નાચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, કેજરીવાલ દ્વારા ક્યારેય કહેવામાં નથી આવ્યુ કે, તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા, તેઓ અન્ય વ્યક્તિ દ્વારા ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુની વાત કરી રહ્યા હતા.

Avatar

Title:શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કહેવામાં આવ્યુ કે તેમના પિતા RSS સાથે જોડાયેલા હતા…?

Fact Check By: Yogesh Karia 

Result: False