શું ખરેખર યુગાન્ડાના રાજા હાલમાં અમદાવાદ આવ્યા ત્યારનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Deep Choksi  નામના ફેસબુક યુઝર દ્વારા MOJ-MASTI-MAJA NU “VADODARA” નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “યુગાન્ડા ના રાજા આજે અમદાવાદ એરપોર્ટ ઉપર સોનાની ચંપલ અને આખા શરીરે સોનુ પહેરી ને આવ્યા જુઓ વિડિઓ,” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર  94 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુગાન્ડાના રાજા તારીખ 12 નવેમ્બરના અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “uganda king in ahmedabad” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને vikash choudhary નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 16 ફેબ્રુઆરી 2017ના પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો હતો તે જ વિડિયો મુકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થઈ ગયુ હતુ કે, આ વિડિયો હાલનો તો નથી. હાલમાં યુગાન્ડાના રાજા કોણ છે. તે જાણવું જરૂરી જણાતા અમે ગૂગલ પર “uganda current king” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને હાલમાં ત્યા કોઈ રાજા ન હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યાં લોકશાહી છે. લોકો દ્વારા તેમના પ્રતિનિધિને ચૂટી અને સતા આપવામાં આવે છે. તો પછી વિડિયો માં દેખાતા વ્યક્તિ અંગે માહિતી પ્રાપ્ત કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ઘાનાના લોકો દ્વારા આ પ્રકારે ડ્રેસ પહેરવામાં આવતો હોય છે. જે તમે નીચે જોઈ શકો છો. 

GHANA.png

ત્યારબાદ આ વિડિયો યુગાન્ડાના રાજાનો છે કે કેમ તે તપાસવુ પણ જરૂરી જણાતા અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને કોઈ વિડિયો અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમારી પડતાલને અમે વધૂ મજબૂત કરવા ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલયમાં વાત કરી હતી અને વર્ષ 2017માં યુગાન્ડાના કોઈ નેતા કે રાજા કે ઘાનાના કોઈ અધિકારી અથવા રાજાની ગુજરાતની ઓફિશિયલ વિઝિટ થઈ હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ વ્યક્તિની ઓફિશિયલ વિઝિટ થઈ નથી.”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નથી. તેમજ વિડિયોમાં દેખાતા વ્યક્તિ યુગાન્ડાના રાજા નથી. તે ઘાનાના કોઈ વ્યક્તિ હોવાનું સાબિત થાય છે. કારણ કે કોઈપણ દેશના રાજા અથવા કોઈ વ્યક્તિ બીજા દેશમાં જતા હોય તો એક પ્રોટોક્લ મુજબ તેના આગમન થી લઈ અને જતા સુધીનો કાર્યક્રમ નક્કી હોય છે અને તેમજ તેમને ચુસ્ત બંદોબસ્ત પણ આપવામાં આવતો હોય છે. જે આ વિડિયોમાં ક્યાંય જોવા મળતું નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નથી. તેમજ વિડિયોમાં દેખાતા વ્યક્તિ યુગાન્ડાના રાજા નથી. તે ઘાનાના કોઈ વ્યક્તિ હોવાનું સાબિત થાય છે. કારણ કે કોઈપણ દેશના રાજા અથવા કોઈ વ્યક્તિ બીજા દેશમાં જતા હોય તો એક પ્રોટોક્લ મુજબ તેના આગમન થી લઈ અને જતા સુધીનો કાર્યક્રમ નક્કી હોય છે અને તેમજ તેમને ચુસ્ત બંદોબસ્ત પણ આપવામાં આવતો હોય છે. જે આ વિડિયોમાં ક્યાંય જોવા મળતું નથી. 

Avatar

Title:શું ખરેખર યુગાન્ડાના રાજા હાલમાં અમદાવાદ આવ્યા ત્યારનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •