શું ખરેખર ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

Arvind Vekariya xનામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓક્ટોમ્બર,2019   ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, EVM को बदला जा रहा है, सरेआम लोकतंत्र की हत्या हो रही है  આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે EVM મશીનોની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ રીતે ઈવીએમમાં ગડબડ કરવામાં આવે છે.  આ પોસ્ટને 156 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 6 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 78 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.09-15_38_55.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ પ્રકારે EVM ની હેરાફેરી કરવામાં આવી હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ EVM की हेराफेरी સર્ચ કરતાં અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. પરંતુ અમને એટલી માહિતી મળી હતી કે, આ ઘટના ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં બની હતી. ત્યાર બાદ અમે જુદા જુદા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતાં અમને નવભારત ટાઈમ્સ દ્વારા 20 મે, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, રિઝર્વ ઈવીએમ મશીનને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતા તેનો કોઈ વ્યક્તિ દ્વારા વીડિયો ઉતારીને ખોટી રીતે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. આ બાબતની પુષ્ટી જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-navbharattimes.indiatimes.com-2019.10.09-18_01_41.png

Archive

આ સમાચારને અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ હતી, પરંતુ એ તમામ માહિતીમાં ક્યાંય પણ ઈવીએમ મશીનોની ખોટી રીતે હેરાફેરી કે તેની સાથે છેડછાડ અંગેની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી તેમજ જુદા જુદા મીડિયા હાઉસના અહેવાલ પ્રમાણે ભારતીય ચૂંટણી આયોગ દ્વારા પણ ઈવીએમ મશીનોની હેરાફેરીને ખોટી ગણવામાં આવી હતી. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો. 

jagran.comlivehindustan.com
ArchiveArchive

ઉપરોક્ત સમાચારો પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે કોંગ્રેસ તેમજ અન્ય પક્ષ દ્વારા ઘટનાસ્થળ પર હંગામો કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી નવનીતસિંહ ચહલ સહિતના અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ નેતાઓ સાથે વાતચીત કરી જણાવ્યું હતું કે, “મતદાન માટે સકલડીહા તાલુકામાં 35 વધારાના EVM રાખવામાં આવ્યા હતા. જે રવિવારે અહીં લાવવામાં આવ્યા ન હતા. તેથી તેને સોમવારના રોજ ચંદૌલી લાવવામાં આવ્યા હતા.” 

અમારી વધુ તપાસમાં અમને આ ઘટના અંગે જિલ્લા ચૂંટણી અધિકારી નવનીતસિંહ ચહલ દ્વારા EVM ની કોઈ જ હેરાફેરી કે છેડછાડ કરવામાં નથી આવી અને આ વીડિયોમાં જે EVM દેખાઈ રહ્યા છે તે તમામ રિઝર્વ EVM છે એવી મીડિયા સમક્ષ માહિતી આપતો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ચંદૌલીમાં જે EVM રાખવામાં આવ્યા હતા તે તમામ રિઝર્વ EVM હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ચંદૌલીમાં જે EVM રાખવામાં આવ્યા હતા તે તમામ રિઝર્વ EVM હતા. તેની સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં નથી આવી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ઉત્તરપ્રદેશના ચંદૌલીમાં EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False