શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી...? જાણો સત્ય
ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો.....60થી65 ટકા ખુરશીઓ ખાલી... ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને Modi Public Meeting At Meerut સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા કરતાં કંઈક જુદી જ માહિતી પ્રાપ્ત થઈ હતી. 28 માર્ચ, 2019 ના રોજ મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે જે સભા સંબોધી હતી તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મેરઠ ખાતે યોજાયેલી મોદીની સભાના સમાચારને ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.
Narendramodi.in | Journalistcafe.com | Amarujala.com |
Archive | Archive | Archive |
ઉપરના તમામ સમાચારો જોતાં અમને માલૂમ પડ્યું કે, મેરઠ ખાતે યોજાયેલી મોદીની સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. પરંતુ પોસ્ટમાં ખાલી ખુરશીઓના ફોટા મૂકીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી મૂકવામાં આવી છે.
અમારી વધુ તપાસમાં અમને નરેન્દ્ર મોદીના યુ ટ્યુબ એકાઉન્ટ પરથી 28 માર્ચ, 2019 ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતેથી મોદીએ જે સભા સંબોધી હતી એનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં પણ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, મેરઠની મોદીની સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
ઉપરના વીડિયો પરથી એ સાબિત થાય છે કે, મોદીની મેરઠની સભામાં 60 થી 65 ટકા ખુરશીઓ ખાલી એ વાત ખોટી છે અને પોસ્ટમાં દર્શાવેલા ફોટો મોદીની સભા શરૂ થયા પહેલા કે પછી પાડીને લોકોને ગેરમાર્ગે દોરવા મૂકવામાં આવ્યા છે.
પરિણામ
આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, મોદીની મેરઠ ખાતેની સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી...? જાણો સત્ય
Fact Check By: Dhiraj VyasResult: False