Sathvara Kishor Songara નામના ફેસબુક યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, છોકરા ઉપાડી જનાર ગેંગને સાબરકાંઠાના વડાલીથી તથા ખેડબ્રહ્મા નજીકના શ્યામનગર સ્ટેન્ડ પરથી પોલીસે ૯ લેડીઝ ને ઝડપી પાડેલ. તા-૨૮/૯/૧૯.. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, વીડિયોમાં જે મહિલાઓ દેખાઈ રહી છે તે બાળક ચોર ટોળકી છે અને તેને સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મા નજીકના શ્યામનગર સ્ટેન્ડ પરથી પોલીસે ઝડપી લીધી છે. આ પોસ્ટને 78 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 42 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.09-20_36_46.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર આ પ્રકારે સાબરકાંઠાથી બાળક ચોર મહિલા ટોળકી પોલીસે ઝડપી હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોય અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ ખેડબ્રહ્મા મહિલા ગેંગ સર્ચ કરતાં અમને aapnugujarat.net દ્વારા 28 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટના વીડિયોમાં દેખાતી તમામ મહિલાઓના ફોટા સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા પાસે આવેલ શ્યામનગરના રેલવે ફાટક શાકમાર્કેટ પાસે આ મહિલા ગેંગ ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ઉભા રાખી બળજબરીપૂર્વક તેમને ડરાવીને પૈસા પડાવતી હતી જેની જાણ વડાલી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક આ મહિલા ગેંગને ઝડપી લીધી હતી. પરંતુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ મહિલા ગેંગ બાળકો ઉપાડી જતી હોવાની કોઈ જ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-aapnugujarat.net-2019.10.09-23_27_46.png

Archive

અન્ય એક સમાચાર વેબસાઈટ મેરા ન્યૂઝ દ્વારા પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ આ મહિલા ગેંગ વાહનચાલકોને ધમકાવીને પૈસા પડાવતી હોવાની માહિતી આપવામાં આવી હતી. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Mera News | Archive

અમારી વધુ તપાસમાં અમને OSCAR NEWS AGENCY PVT ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા પણ આ સમાચારને યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, સાબરકાંઠાના વડાલીમાંથી પોલીસે જે મહિલા ગેંગને પકડી છે તે બાળક ઉપાડી જનાર ટોળકી નથી પરંતુ વાહનચાલકો પાસેથી ધાકધમકીથી પૈસા પડાવતી મહિલા ગેંગ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, સાબરકાંઠાના વડાલીમાંથી પોલીસે જે મહિલા ગેંગને પકડી છે તે બાળક ઉપાડી જનાર ટોળકી નથી પરંતુ વાહનચાલકો પાસેથી ધાકધમકીથી પૈસા પડાવતી મહિલા ગેંગ છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર સાબરકાંઠા પોલીસે બાળકોને ઉપાડી જનાર મહિલા ગેંગને ઝડપી લીધી…? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False