
હિના પંડયા નામના ફેસબુક યુઝર દ્વારા 2 મે 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “200 ટન સોનાના કેશ ને દબાવવા માટે તો ક્યાંય 16 જવાનો શહીદ નહિ થયા હોય ને મિત્રો… આ ચોકીદારો કોઈ પણ હદે જઈ શકે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, RBIનુ 200 ટન સોનું ચોરીછુપે વિદેશ મોકલી દીધુ. આ પોસ્ટ પર 245 લોકોએ પોતાના અભિપ્રાય આપ્યા હતા, 3 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 509 લોકો દ્વારા પોસ્ટને શેર કરવામાં આવી હતી.
FACEBOOK | ARCHIVE | PHOTO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી હતી, તેથી અમે ગૂગલ પર શોધ કરતા આ સમાચાર નેશનલ હેરાલ્ડની વેબસાઇટ અને ભોપાલમાં ડેઇલી ન્યૂઝ એક્સપ્રેસની વેબસાઈટ પર મળ્યા હતા, પરંતુ કોઈ પણ અન્ય નેશનલ મીડિયા દ્વારા આવા સમાચાર આપવામાં આવ્યા ન હતા. હેરાલ્ડમાં જણાવ્યા અનુસાર પત્રકાર અને દક્ષિણ દિલ્હીના લોકસભાના ઉમેદવાર નવનીત ચતુર્વેદીએ 2014 પછી સરકારે 200 ટન સોનું સરકારે લીધાનો આરોપ મૂક્યો છે, તેના માટે તેમણે માહિતી અધિકાર અને ભારતીય રિઝર્વ બેન્કની વાર્ષિક રિપોર્ટ્સના પ્રમાણપત્ર આપ્યા હતા.

ઓગસ્ટ 2018માં નવનીત ચતુર્વેદીએ કરેલી અરજીના જવાબમાં રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે, ભારતનું બેંક ઓફ ઈંગ્લેન્ડમાં અને વિદેશી બેંકો માટે આંતરરાષ્ટ્રીય બેંક (બીઆઈએસ) બેન્કમાં 268.01 ટન સોનું પડયું છે, આના પર ચતુર્વેદીએ પશ્ન કર્યો હતો કે શા માટે આ માહિતી જાહેર કરવામાં આવી નથી. તેમજ ચતુર્વેદી દ્વારા બીજો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે, 2009માં ભારતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) પાસેથી 200 ટન સોનાની ખરીદી કરી હતી. આ 200 ટન સોનું 2014 સુધી ભારતમાં જ હતું. પરંતુ 2014માં જ્યારે મોદી સરકાર આવી ત્યારે આ સોનું છુપી રીતે વિદેશ મોકલી દેવામાં આવ્યું હતું. આમ, ચતુર્વેદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની અમે પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
આક્ષેપ નં.1 : 268 કિલો સોનું વિદેશમાં છે તેની માહિતી જાહેર કરવામાં કેમ ન આવી..?
ભારતીય રિઝર્વ બેન્કની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગની માહિતી તપાસતા અમને જાણવા મળ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ 2004 પછી દર 6 મહિને Management of Foreign Exchange Reservesની માહિતી આપવામાં આવે છે. જેમાં ભારતના વિદેશમાં કેટલા રૂપિયા અને સોનું પડ્યુ છે. તેની પણ માહિતી આપવામાં આવે છે.
ચતુર્વેદીએ આરટીઆઈ અરજી ઓગસ્ટ 2018માં અરજી કરી હતી. તદનુસાર 6 જુલાઇ 2018 ના રોજ આરબીઆઈની વેબસાઇટ પરની રિપોર્ટની તપાસ કરવામાં આવી છે. તે સ્પષ્ટપણે જણાવે છે કે માર્ચ 2018 સુધીમાં, ભારતીય રિઝર્વ બેન્ક પાસે 560.32 ટન સોનું છે, જેમાંથી 268.01 ટન બેન્ક ઓફ ઇંગ્લેન્ડ અને આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેન્કમાં રાખવામાં આવ્યા છે. તેઓએ તેને સલામતી માટે જમા કરાવ્યું છે.

ARCHIVE -RBI GOLD RESERVE 2018
આમ, ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા દર 6 મહિને અન્ય દેશોમાં રાખેલા સોનાની માહિતી આપવામાં આવે છે. તેથી પહેલો દાવો ખોટો સાબિત થાય છે.
આક્ષેપ નં.2 : જ્યારે મોદી સરકાર સત્તામાં આવી પછી 200 ટન સોનું વિદેશી દેશોમાં મોકલવામાં આવ્યું હતું.
નવેમ્બર 2009માં RBIએ 200 ટન સોનાની ખરીદી કરી હતી. ચતુર્વેદીએ કહ્યુ હતું કે આ ગોલ્ડ જૂન 2014 સુધી ભારતમાં હતું. પછી તેને વિદેશ મોકલવામાં આવ્યુ હતું. જો કે, ઓગસ્ટ 2010ના અહેવાલ પ્રમાણે, માર્ચ 2010ના અંતે આરબીઆઈ પાસે કુલ 557.75 ટન સોનું હતું. આમાંથી, 265.49 ટન સોનું વિદેશમાં રાખવામાં આવ્યું હતું. 265.49 ટન સોનામાંથી 1991 થી 65.49 ટન સોનું વિદેશી બેન્કમાં જ છે. જયારે 200 ટન સોનું નવેમ્બર 2009 થી વિદેશી દેશોમાં છે.

ARCHIVE | RBI Gold Reserve August 2010
આનો અર્થ એ થાય છે કે, 2009માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ખરીદવામાં આવેલુ 200 ટન સોનું 2009 થી જ વિદેશમાં રાખવામાં આવ્યું છે, ઉપરાંત, 2009 પછી દસ વર્ષમાં પ્રથમ વખત 2017-18ના નાણાંકિય વર્ષમાં ભારતે 8 ટન સોનાની ખરીદી કરી હતી. આનો અર્થ એ કે આ સમયગાળા દરમિયાન ગોલ્ડ સ્ટોરમાં કોઈ વધારો થયો નથી અથવા તેમાં કોઈ ફેરફાર થયો નથી. તેથી બીજો આક્ષેપ પણ ખોટો સાબિત થાય છે.
હવે અહિંયા એ પણ પ્રશ્ન ઉભો થાય છે કે, શું RBI વિદેશમાં સોનું રાખી શકે.?
આરબીઆઈને ભારતીય રિઝર્વ બેન્ક એક્ટ (1934) હેઠળ આંતરરાષ્ટ્રીય વસાહતો માટે વિદેશી વિનિમય અને સોનાની વિદેશી મધ્યસ્થ બેંક અને બેન્કમાં રાખવા માટે અધિકૃત કરવામાં આવી છે. 60 દેશોની સેન્ટ્રલ બેંકો આરબીઆઈ સાથે આંતરરાષ્ટ્રીય સમાધાન માટે બેન્ક સાથે સંકળાયેલી છે.

ARCHIVE RESERVE BANK OF INDIA ACT, 1934
RBIની સ્પષ્ટતા

સોશિયલ મીડિયામાં ફેલાયેલી પોસ્ટ અને સમાચાર વિશે, શુક્રવારે 3 મેના ભારતીય રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનેજર, યોગેશ ડેના દ્વારા એક પત્ર બહાર પાડવામાં આવ્યો છે, “જે સમાચારને અત્યારે સોશિયલ માડિયામાં ફેલાઈ રહ્યા છે તે ખોટા છે. વિશ્વભર દેશોના સોના મધ્યસ્થ બેન્ક ઓફ ગોલ્ડ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સહિત અન્ય દેશોની સેન્ટ્રલ બેંકોમાં સુરક્ષિત રાખવામાં આવે છે.” આરબીઆઇએ તેના પત્રમાં જણાવ્યું હતું કે, આમ કરવું સામાન્ય છે. આરબીઆઇએ 2014માં ગોલ્ડ લીધું જ ન હતું.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, મોદી સરકારે 200 ટન સોનું બારોબાર વિદેશ મોકલી દીધું ખરેખર તે સોનું 2009થી જ વિદેશની બેન્કમાં સાચવેલું પડયું છે.

Title:શું ખરેખર મોદી સરકાર દ્વારા વિદેશમાં 200 ટન સોનું મોકલવામાં આવ્યું? જાણો શું છે સત્ય…..
Fact Check By: Frany KariaResult: False
