શું ખરેખર સરકારે ખેડૂતોને મુર્ખ બનાવ્યા છે.? જાણો શું છે સત્ય…..

False રાજકીય I Political

बेखौफ Gujju નામના પેજ દ્વારા તા 4 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો મોદીસરકાર ખેડૂતો સાથે રમત રમી ગઈ છે, ભાજપ સરકારે ખેડૂતોને મુર્ખ બનાવી દીધા. આ પોસ્ટ પર 234 લોકો દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 19 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 156 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સાથે એક આર્ટીકલ પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ” યોજના હેઠળ પ્રથમ હપ્તાની નાખવામાં આવેલી રકમ ખેડૂતોના ખાતા માંથી પરત ખેચી લેવામાં આવી છે. શું ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બની છે, જો ઘટના બની હોય તો તે ખૂબ જ મોટી વાત હતી, તેથી ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

જો ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પ્રકારે ખેડૂતોના ખાતામાંથી સરકારે રૂપિયા પરત ખેચી લીધા હોય તો તે સમાચાર ખૂબ જ મોટા હતા, તેથી સૌપ્રથમ અમે “The government withdrew  2000  rs from the farmer’s account” ગૂગલ પર લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, દેશના કોઈ પણ રાજ્યમાં સરકારે ખેડૂતોના ખાતામાંથી રૂપિયા પરત નથી ખેચ્યા પરંતુ જે-તે બેંક દ્વારા જુદા-જુદા કારણોસર અમુક ખેડૂતોના ખાતામાંથી ફ્રેબુઆરી મહિનામાં રૂપિયા પરત ખેચ્યા હતા. પરંતુ તેમા સરકારની ક્યાય ભૂમિકા હોય તેવુ જણાવવામાં આવ્યુ ન હતું.

ત્યારબાદ ગુજરાતમાં આ પ્રકારે ખેડૂતોના ખાતામાંથી રૂપિયા કપાયા છે કે કેમ તે જાણવુ પણ જરૂરી હતુ, તેથી અમે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના ઉપસચિવ આર.આર.પંડયા જોડે વાત કરી હતી, અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગ પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, ગૂજરાતમાં તમામ લાભાર્થી ખેડુતોના એકાઉન્ટમાં સરકાર દ્વારા 2 હજાર રૂપિયા નાખી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા રૂપિયા પરત ખેચવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.”  આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ગૂજરાતમાં કોઈપણ ખેડૂતના એકાઉન્ટમાંથી રૂપિયા પરત લેવાયા નથી.

બાદમાં અમે ગુજરાતના જુદા-જુદા વિસ્તારના ખેડૂતો સાથે વાત કરી હતી અને ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગ પૂછતા તમામ ખેડૂતોએ જણાવ્યુ હતુ કે, અમારા ખાતમાં રૂપિયા આવી ગચા છે, અમે તે રૂપિયા ઉપાડી પણ લીધા છે, અને અમારા અંગત ખર્ચમાં અમે તેનો ઉપયોગ પણ કર્યો છે.

ત્યારબાદ “પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ” યોજનાના સીઈઓ વિવેક અગ્રવાલ સાથે આ બાબતે વાત કરતા તેમણે અમને જણાવ્યુ હતું કે, શરૂઆતમાં આ પ્રકારની ફરિયાદ આવી હતી કે ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થયા બાદ તુરંત જ થોડી કલાકોમાં ખેડૂતોના એકાઉન્ટમાંથી રૂપિયા ડેબીટ પણ થઈ ગયા હોય, પરંતુ તે બેંક દ્વારા ડેબીટ કરવામાં આવ્યા હતા, તેમાં સરકાર દ્વારા કોઈ આદેશ કરવામાં આવ્યા ન હતા, અમે બેંક સાથે પણ આ અંગે વાત કરી ખેડૂતો તેને રૂપિયા પરત અપાવ્યા હતા.”  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે, કારણ કે, ખેડૂતોના ખાતામાંથી રૂપિયા પરત ખેચવાનો આદેશ સરકાર દ્વારા કયારેય આપવામાં આવ્યો નથી.

Avatar

Title:શું ખરેખર સરકારે ખેડૂતોને મુર્ખ બનાવ્યા છે.? જાણો શું છે સત્ય…..

Fact Check By: Frany Karia 

Result: False