શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક તરફ દેશમાં કોરોનાની મહામારી તાલી રહી છે. સમગ્ર દેશમાં કોરોનાના કેસ દરરોજ વધી રહ્યા છે. અને ત્યારે હરિદ્વારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણા ફોટો વાયરલ થઈ રહ્યા છે હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ નદીમાં સ્નાન કરતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચાલી રહેલા મહાકુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલા ગંગા સ્નાનનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં હરિદ્વારમાં આયોજિત કુંભમેળાનો નહિં પરંતુ વર્ષ 2019માં પ્રયાગરાજમાં આયોજિત અર્ધકુંભ દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitesh Savaj Fan club નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ચાલી રહેલા મહાકુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવેલા ગંગા સ્નાનનો ફોટો છે.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને હિન્દુસ્તાન ટાઈમ્સનો વર્ષ 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રયાગરાજમાં વર્ષ 2019માં આયોજિત અર્ધકુંભની આ ફોટો છે. સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહએ પ્રયાગરાજમાં અર્ધકુંભમાં પ્રદેશના કેબિનેટ મંત્રીઓ સાથે ડુબકી લગાવી હતી.

હિન્દુસ્તાન ટાઈમ્સ | સંગ્રહ

તેમજ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને અમને ડીડીન્યુઝયુપીના ટ્વિટર એકાઉન્ટ પરથી અમને આ ફોટો પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પ્રયાગરાજમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંતોની મુલાકાત કરીને કુંભમાં આસ્થાની ડૂબકી લગાવી હતી.” 

Archive

તેમજ એબીપી ન્યુઝ દ્વારા 13 ફેબ્રુઆરી 2019ના પ્રકાશિત અહેવાલમાં અમને અમિત શાહ અને મુખ્યમંત્રી આદિત્યનાથ દ્વારા પ્રયાગરાજમાં આયોજિત અર્ધકુંભમાં સ્નાન કરતા હોવાનું જોવા મળી છે. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં હરિદ્વારમાં આયોજિત કુંભમેળાનો નહિં પરંતુ વર્ષ 2019માં પ્રયાગરાજમાં આયોજિત અર્ધકુંભ દરમિયાનનો છે.

Avatar

Title:શું ખરેખર હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં અમિત શાહ અને યોગી આદિત્યનાથ દ્વારા ગંગા સ્નાન કરવામાં આવ્યુ….?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •