શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

True સામાજિક I Social

અમારા રિક્વેસ્ટ ફોર ફેક્ટ ચેકના મેઈલ આઈડી [email protected] પર એક પાઠક દ્વારા શું ખરેખર આ ફોટો ગુજરાતનો છે? એવું લખીને ગુજરાતની મહિલા ATS ની ટીમ દ્વારા બોટાદ નજીકથી જૂનાગઢના કુખ્યાત અને ખતરનાક આરોપી અલ્લારખાને ઝડપી લેવાની માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી હોવાથી તેની સત્યતા જાણવા માટે મેઈલ કરવામાં આવ્યો છે. જેને પરિણામે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ માહિતીનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ માહિતીનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો અને ગુજરાતની મહિલા એટીએસ સર્ચ કર્યું તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને દાવા મુજબની ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ. જેમાં ઝી 24 કલાક અને વીટીવી ગુજરાતી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા સમાચાર તમે નીચે જોઈ શકો છો.

https://zeenews.india.com/gujarati/videos/woman-psi-play-big-role-in-arresting-gangster-46191

Archive

VTV.png

Archive

ઉપરોક્ત પરિણામો પરથી એ નક્કી થાય છે કે, જૂનાગઢના કુખ્યાત આરોપી જુસબ અલ્લારખા સાંધને બોટાદ નજીકથી ગુજરાતની મહિલા એટીએસની ટીમે બાતમીને આધારે 04.05.2019 ની રોજ ઝડપી લીધો હતો. અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે યુટ્યુબનો સહારો લીધો અને ગુજરાત મહિલા એટીએસ સર્ચ કરતા અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

Youtube | Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ગુજરાતી ન્યૂઝ ચેનલ સંદેશ ન્યૂઝ પર પણ આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું પ્રાપ્ત થયું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં પણ મહિલા એટીએસની ટીમ દ્વારા ખુંખાર આરોપી અલ્લારખાને ઝડપી લેવાયાની માહિતી આપવામાં આવી છે. આ સંપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરના તમામ સંશોધન બાદ અમને અંગત સૂત્રો પાસેથી જૂનાગઢના ખૂંખાર આરોપી જુસબ અલ્લારખા સાંધને ઝડપી લીધો એની પ્રેસ નોટ પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી તપાસમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે સાચો સાબિત થાય છે. જૂનાગઢના ખૂંખાર આરોપી જસદ અલ્લારખાને ઝડપી લેવાના અહેવાલને તમામ મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ગુજરાતની મહિલા ATS ટીમે જૂનાગઢના ખુંખાર આરોપીને ઝડપી લીધો

Fact Check By:  Dhiraj Vyas 

Result: True