શું ખરેખર વિદેશી અખબારેનરેન્દ્ર મોદીને નાકામ વડાપ્રધાન ગણાવ્યા..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ગુજરાત સમાચાર નામના ફેસબુક પેજ દ્વારા તારીખ 19 મે 2019 ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નાકામ વડાપ્રધાન: ધ ગાર્ડિયનશીર્ષક સાથે શેર કરવામાં આવેલી પોસ્ટ પર 1600 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. 426 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 366 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, લંડનના અખબાર ધ ગાર્ડિયન દ્વારા નરેન્દ્ર મોદીને ભારતના નાકામ વડાપ્રધાન ગણાવવામાં આવ્યા છે.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે સૌપ્રથમ ગૂગલ પર “ARTICLE ABOUT PM NARENDRA MODI IN GUARDIN UK” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમે ગાર્ડિયનની ઓફિશીયલ વેબ સાઈટનીમુલાકાત લીધી તો અમને જાણવા મળ્યુ કે. ગાર્ડિયન દ્રારા 2 આર્ટિકલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેના પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં એક આર્ટીકલ 19 મે 2019 ના અને બીજો આર્ટીકલ 21 મે 2019ના પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના નાકામ વડાપ્રધાન હોવાનું જણાવવામાં આવ્યુ નથી.

ARCHIVE

ધ ગાર્ડિયન દ્વારા 10 એપ્રિલ 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં રૂચિર શર્મા દ્વારા ઓપિનીયન લખવામાં આવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીને જેટલા શક્તિશાળી નેતા માનવામાં આવી રહ્યા છે. તેટલા તે છે નહીં. આ આર્ટીકલમાં પણ ક્યાંય એવુ લખવામાં ન હતુ. આવ્યુ કે, નરેન્દ્રમોદી નાકામ વડાપ્રધાન છે.

ARTICLE.png

ARCHIVE

જો કોઈ વિદેશી સમાચાર પત્ર દ્વારા ભારતના વડાપ્રધાનને નાકામ કહેવામાં આવે તો ભારતના મિડિયા હાઉસ દ્વારા આ અંગેની નોંધ લેવાઈ જ હોય. પરંતુ ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ પણ સમાચાર પત્ર, કોઈપણ ન્યુઝ ચેનલ દ્વારા આ અંગેની નોંધ લેવામાં આવી ન હતી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, ગાર્ડિયન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નાકામ વડાપ્રધાન બતાવવામાં આવ્યા હોવાનુ કયાંય સાબિત થતુ નથી.

Avatar

Title:શું ખરેખર વિદેશી અખબારેનરેન્દ્ર મોદીને નાકામ વડાપ્રધાન ગણાવ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •