શું ખરેખર ભાજપના નેતા ઈવીએમ મશીન સાથે પકડાયા…? જાણો સત્ય

False રાજકીય I Political

Tulsi Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2018 ના રોજ Patidar Ekta Munch નામના એક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મધ્ય પ્રદેશ મા નંબર પ્લેટ વગર ની સ્કુલ બસમાં બોગસ EVM જબરદસ્તી સ્ટ્રૉંગ રૂમમાં મુકવા જતા ભાજપના મંત્રી રંગેહાથ ઝડપાઇ ગયા. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 332 લોકોએ લાઈક કરી હતી, 20 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો અને 881 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી..

Face book | Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લેતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.05.22-01-51-08.png

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ પણ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને એટલું જરૂર જાણવા મળ્યું હતું કે, આ ઘટના મધ્યપ્રદેશની છે અને એ પણ ત્યાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી એ સમયનો છે. વધુમાં અમને એ પણ ઝાણવા મળ્યું હતું કે આ વીડિયો મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાયના બે દિવસ બાદ શૂટ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક ઈલેક્શન સેન્ટર પર સ્કૂલ બસમાં રાખવામાં આવેલા ઈવીએમ મશીનો લોકોને નજરે પડ્યા હતા. તે સમયનો આ વીડિયો છે.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લીધો હતો અને madhyapradesh EVM machine caught in school bus સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.05.22-02-03-54.png

Google | Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાજપના મંત્રી ઈવીઓમ મશીન સાથે ઝડપાયા હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી વધુ તપાસમાં અમને એનડીટીવી દ્વારા 1 ડિસેમ્બર, 2018 ના રોજ યુ ટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે આપ નીચે જોઈ શકો છો.

Archive

ઉપરના રિપોર્ટમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ ઘટના મધ્યપ્રદેશની ચૂંટણી ખતમ થયાના 48 કલાક પછીની છે. અમારી તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, આ બધા ઈવીએમ રિઝર્વ રાખવામાં આવ્યા હતા અને તેને નિયત સ્થળે પહોંચાડવામાં થયેલા 48 કલાકના વિલંબને પગલે જિલ્લા ચૂંટણી અધિકારીના આદેશથી એક અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

વધુમાં અમને મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીના ટ્વિટર પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી જે આપ નીચે જોઈ શકો છો.

Archive

ઉપરની ટ્વિટમાં પણ મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી દ્વારા રિઝર્વમાં રાખેલા ઈવીએમ મશીનોની વાત કરવામાં આવી છે. અને આ મશીનો પોલીસ સ્ટેશનમાં રિઝર્વ રાખવામાં આવ્યા હતા અને આ મશીનોને ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા મશીનોથી અલગ રાખવામાં આવ્યા હતા.

અંતમાં જો ખરેખર કોઈ ભાજપના નેતા ઈવીએમ સાથે પકડાયા હોત તો એ એક મોટા સમાચાર બન્યા હોત અને ક્યાંય ને ક્યાંક તો આ સમાચાર પ્રસારિત થયા જ હોત માટે અમે ગુગલમાં bjp leader caught with evm in madhya Pradesh સર્ચ કરતાં અમને નીચે મુજબના પરિણામ મળ્યા હતા. પરંતુ આ પરિણામોમાં પણ પોસ્ટના દાવા પ્રમાણે કોઈ જ માહિતી ન હતી.

screenshot-www.google.com-2019.05.22-02-44-14.png

Google | Archive

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતા ઈવીએમને ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય એ હેતુથી પોલીસ સ્ટેશનમાં રિઝર્વમાં રાખવામાં આવ્યા હતા અને તેનો ભાજપના મંત્રી સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપના નેતા ઈવીએમ મશીન સાથે પકડાયા…? જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •