શું ખરેખર ધુમ્મસના કારણે વિમાન હાઈવે પર ઉતર્યું…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીના વોટ્સઅપ નંબર 7990015736 પર એક વોટ્સઅપ યુઝર દ્વારા Foolish INDIAN HOWDY NOW AGAIN SHOWING FOOLISH MIND.. at Durgapur… West Bangal…AIR INDIA POSTAL PLANE LANDING ON THE ROAD AND GO UNDER BRIDGE…THEY DONT KNOW WHERE IT IS ROAD OR RUN WAY !!! दुर्गापुर (पं बंगाल ) मेनगेट पर कुहासे में एयर पोर्ट समझ कर हाइवे पर उतरा विमान पुल के अंदर फँसा (पास में ही है अंडाल एयर पोर्ट , 24/12/2019 લખાણ સાથે એક ફોટો મોકલવામાં આવ્યો હતો અને તેની સત્યતા જણાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે, “પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે ધુમ્મસને કારણે હાઈવેને એરપોર્ટ સમજીને વિમાન ઉતરી ગયું અને પછી તે એક પુલની નીચે ફસાઈ ગયું.”

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2020.01.03-17_53_41.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને republichindi.com દ્વારા 24 ડિસેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં વિમાનના એજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જિલ્લામાં ભારતીય ડાક વિભાગનું એક વિમાન પુલની નીચે ફસાઈ ગયું હતું. જેને જોવા માટે સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી. વધુમાં એવી માહિતી આપવામાં આવી હતી કે એક જૂના વિમાનને ટ્રેલર પર લાદીને કોલકત્તાથી મોકલવામાં આવ્યું હતું. જ્યાં દુર્ગાપુર ખાતે વધુ ઉંચાઈને લીધે ટ્રેલર વિમાન સાથે પુલની નીચે ફસાઈ ગયું હતું. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.republichindi.com-2020.01.03-18_06_40.png

Archive

વધુમાં અમને અમર ઉજાલા દ્વારા પણ દુર્ગાપુર ખાતે ટ્રેલરમાં લઈ જવાતું વિમાન ફસાઈ ગયાના એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આજ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે અહીં જોઈ શકો છો. News Tak | TV9 Bharatvarsh

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 23 ડિસેમ્બર, 2019 ના રોજ દુર્ગાપુર ખાતે ટ્રેલરમાં લઈ જવાતું વિમાન ફસાઈ ગયું હોવાની માહિતી સાથેની એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આ સંપૂર્ણ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અને વીડિયો ધુમ્મસના કારણે હાઈવે પર ઉતરેલા વિમાનનો નહીં પરંતુ ડાક વિભાગના એક જૂના વિમાનને ટ્રેલરમાં લઈ જતી વખતે દુર્ગાપુર ખાતે તે પુલ નીચે ફસાઈ ગયું તેનો છે. જે  સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો અને વીડિયો ધુમ્મસના કારણે હાઈવે પર ઉતરેલા વિમાનનો નહીં પરંતુ ડાક વિભાગના એક જૂના વિમાનને ટ્રેલરમાં લઈ જતી વખતે દુર્ગાપુર ખાતે તે પુલ નીચે ફસાઈ ગયું તેનો છે. જે  સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ધુમ્મસના કારણે વિમાન હાઈવે પર ઉતર્યું…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False