
Ram Chouhan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 મેના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. अंतर्राष्ट्रीय मीडिया मे खुलासा – मोदी ने हारा हुआ चुनाव जीतने के लिए 200 लोकसभा सीटो पर ईवीएम चेंज करवा दी है | શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 72 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 13 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ વિડિયોમાં દર્શાવવામાં આવેલા વિડિયોને ગૂગલ પર શોધવા પ્રયત્ન હાથ ધર્યો હતો. પરિણામમાં અમને તે ચેનલના વેબસાઈટની લિંક મળી હતી. આ વેબસાઈટ પર ‘અમારા વિશે’માં લખવામાં આવ્યુ હતુ કે ટ્રાચકલર ન્યુઝનેટવર્કમાં દુનિયાભરની વગર સેંસરની ખબર દેખાડે છે.

આ વેબસાઈટ શોધવા સમયે અમને બીજી બે વેબસાઈટ પણ મળી હતી. એકનુ નામ ટીએનએન વલર્ડ હતું, અને બીજાનું નામ ટ્રાચકલર ટીવી હતુ. આ બંને વેબસાઈટના લોકો સરખા હતા. એમ કહી શકાય કે આ બંને વેબસાઈટ એકબીજા સાથે સંકળાયેલા હોય શકે છે.

અમે બંને વેબસાઈટના ડોમેન નામ અને લોકેશન મેળવવાના પ્રયત્ન હાથ ધર્યો હતો. WHO.IS નામની વેબસાઈટ પર ટીએનએન વલર્ડ અને ટ્રાયકલરટીવાકો શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, ટીએનએન વલર્ડમાં તેમની પ્રાઈવેસી સેંટ્ટીંગ લાગુ પાડવામાં આવ્યા હતા અને આ વેબસાઈટ બ્રિટેન અને લંડનના પંજીકૃતની છે. તેમજ સાથે જોઈ શકાઈ છે કે ટીએનએનટીવી અમેરિકાના એરિજોનામાં પંજીકૃતની છે.

TNN World details

Tricolour TV details
ત્યારબાદ વિડિયોમાં દેખાડવામાં આવેલી ચેનલ ટીએનએન વલર્ડ અંગે વધુ માહિતી મેળવવા પ્રયત્ન હાથ ધર્યો હતો. કંપની ચેક નામની વેબસાઈટ પરથી અમને ટ્રાચકલર ન્યુઝ નેટવર્ક (ટીએનએન) અંગે વધુ માહિતી મેળવવા પ્રયત્ન હાથ ધર્યો તો અમને આ કંપનીની સ્થપના 29 નવેમ્બર 2018ના થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ તેમજ કંપની લંડના હોવાનું પણ જાણવા મળ્યુ હતુ.

આ વેબસાઈટ પરથી અમને એ પણ જાણવા મળ્યુ હતુ કે, કંપની એક ડાયરેક્ટર છે. જેનું નામ ડાયના બિચીન છે. જેની ડાયરેક્ટર પદ પર 29 નવેમ્બર 2018ના નિમંણૂક કરવામાં આવી હતી. ડાયના બિચિન રોમાનીયાઈ નાગરિક છે અને કંપની ચેકના અનુસાર તે બે કંપનીયોમાં ડાયરેકટર છે. કંપનીનું નામ ઈવાતાત્રિકમસાજ લિમિટેડ અને ટ્રાયકલર ન્યુઝનેટવર્ક લિમિટેડ.

ડાયનાવિસીનને અમે ફેસબુક પર શોધતા અમને ફેસબુક એકાઉન્ટ મળ્યુ હતુ. જેની પ્રોફાઈલમાં લખવામાં આવેલુ હતુ કે તે લંડનમાં રહે છે. અને ટ્રાયકલર ન્યુઝ નેટવર્કમાં ડાયરેકટર ઓફ ઓપરેશનની પોસ્ટ પર છે. અમને ડાયનાની લિંક્ડઈન પ્રોફાઈલ પણ મળી હતી.

ત્યારબાદ અમને વિડિયોમાં દેખાડવામાં આવેલી એંકરને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. અમને જાણવા મળ્યુ હતુ કે ક્લિપમાં સમાચાર દર્શાવનાર એંકરનું નામ ક્રિસ્ટન સ્ટીન નામની એક મહિલા છે. જેનું ઈન્સટાગ્રામ એકાઉન્ટ અમને પ્રાપ્ત થયુ હતુ. જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે, તે એક અંશકાલિક અભિનેત્રી, પત્રકાર અને પ્રસ્તુત કર્તા છે.

ઈન્ડિયનએક્પ્રેસમાં થોડા મહિનાઓ પહેલા આ વેબસાઈટ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમા લખવામાં આવ્યુ હતુ કે, આ વેબસાઈટ અને આ સનસનીખેજ ખબર કોઈપણ પ્રામાણિક સુત્રના હવાલા વગર પ્રસારિત કરવામાં આવી છે. તેમજ તેમના દ્વારા આપવામાં આવેલી સંક્ષિપ્ત વિવરળોને જોઈએ તો તેમ કહી શકાય કે તેમના દ્વારા આપવામાં આવેલી જાણકારી વિશ્વસનીય નથી.
ઉપરોક્ત પડતાલ પરથી સ્પષ્ટ થાય છે કે, આ કંપની દ્વારા કરવામાં આવેલા દાવોઓ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. હવે આ વિડિયોમાં કરવામાં આવેલા દાવાની વાત કરી તો ચૂંટણી જીતવા માટે ભાજપ 19 મે 2019 પછી ઈવેમને બદલવાનું કાવતરૂ ઘડી રહી હતી. ગૂગલ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે મતદાન પછી તમામ ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. ચૂંટણીપંચની માહિતી અનુસાર મશીનની સુરક્ષા માટે ત્રણ પ્રકારની સુરક્ષા પ્રણાલી બનાવવામાં આવી છે. તમામ પક્ષના પ્રતિનિધિ સ્ટ્રોંગ રૂમના સંરક્ષક હોય છે. ઉમેદવાર અથવા તેમના એંજન્ટ 24 કલાક સતર્ક હોય છે. આ તમામ પ્રક્રિયા સીસીટીવી દ્વારા રેકોર્ડ કરવામાં આવતી હોય છે. વધુ માહિતી માટે ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી પ્રેસ રિલિઝ પર ક્લિંક કરો. તેના પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, સ્ટ્રોંગ રૂમમાં ઘણી મજબૂત સુરક્ષા હોય છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વિડિયોમાં જે વેબસાઈટ દર્શાવવામાં આવેલી છે. તે અવિશ્વસનીય છે. કોઈપણ પુરાવા વગર તેમના દ્વારા ન્યુઝ પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમજ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી પ્રેસ રિલિઝમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યુ હતુ છે કે, સ્ટ્રોંગરૂમમાં મજબૂત બંદો બસ્ત ગોઠવવામાં આવતો હોય છે.

Title:શું ખરેખર ભાજપે ચૂંટણી જીતવા EVM બદલી નાખ્યા..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
