આ મંદિરમાં હરિજન જ્ઞાતિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ નથી, તસવીર એડિટ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે….

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

સિરોહી પોલીસે સ્પષ્ટતા કરી છે કે વાયરલ તસવીર એડિટ કરવામાં આવી છે. મંદિરની બહાર આવું લખ્યું નથી. દરેક સમુદાયના લોકો આ મંદિરના દર્શન કરી શકે છે.

સોશિયલ મીડિયા પર એક મંદિરની તસવીર શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરમાં દેખાતા મંદિરના પ્રવેશદ્વાર પર લખ્યું છે, શ્રીમાનવિયતા આદિ ગુરૂ શ્રી વાલ્મીકિ ઋષિ મંદિર સરગરા સમાજ સિરોહી. આ સાથે મંદિરની દિવાલ પર દલિતોના પ્રવેશને લઈને લખવામાં આવ્યું છે કે, “સિરોહીના મંદિરમાં હરિજન જાતિના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત ફરમાવવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jyoti Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિરોહીના મંદિરમાં હરિજન જાતિના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત ફરમાવવામાં આવી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ટ્વિટ મળ્યું. જેમાં વાયરલ પોસ્ટની નીચે એક યુઝરે જવાબમાં મંદિરની બીજી તસવીર શેર કરી છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મંદિરની દિવાલમાં દલિતોના પ્રવેશ પર પ્રતિબંધ જેવું કંઈ પણ લખવામાં આવ્યું નથી. 

Archive

જવાબ આપતા યુઝરે માંગ કરી છે કે ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે.

વધુ તપાસમાં અમને સિરોહી પોલીસ દ્વારા 7મી મે 2022ના રોજ એક ટ્વિટ મળ્યું. જેમાં પોલીસે સ્પષ્ટતા કરી છે કે વાયરલ તસવીર એડિટ કરી છે. મંદિરની દિવાલ પર દલિતોને પ્રવેશની મનાઈ હોય એવું કંઈ લખેલું નથી. આ દરમિયાન આ તસવીર વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે જઈને આ ફોટો લીધો હતો.

Archive

વધુ તપાસમાં, અમે સિરોહી પોલીસનો સંપર્ક કર્યો. અને વોટ્સએપ દ્વારા વાયરલ તસવીર શેર કરીને સત્ય પૂછ્યું. અમે કોન્સ્ટેબલ મહેન્દ્ર કુમાર સાથે વાત કરી, જેમણે વાયરલ તસવીરની તપાસ કરી.

કોન્સ્ટેબલ મહેન્દ્ર કુમારે અમને જણાવ્યું કે આ મંદિર સિરોહી શહેરના ઝૂપાઘાટ વિસ્તારમાં છે. આ સરગરા સમાજના લોકોનું મંદિર છે. આ એક વર્ષ જૂની વાત છે અને તે સમયે મને એક વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો. ત્યારબાદ મેં તત્કાલિન એસએચઓ રાજેન્દ્ર સિંહને તેમના વિશે જણાવ્યું. એસએચઓના આદેશ પર હું મંદિરમાં ચિત્ર તપાસવા ગયો. પરંતુ અમને મંદિરની દિવાલ પર કંઈપણ લખેલું મળ્યું ન હતું.

આ અંગે સિરોહી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી. દલિતોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો દાવો તદ્દન ખોટો છે. સિરોહીના આ મંદિરમાં તમામ સમુદાયના લોકો દર્શન કરી શકે છે.

અમે વાયરલ તસવીર અને પોલીસે પોસ્ટ કરેલી તસવીરનું વિશ્લેષણ કર્યું. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વાયરલ તસવીરને ખોટા દાવા સાથે એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમને જાણવા મળ્યુ હતુ કે, અમને જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટ સાથેનો દાવો ભ્રામક છે. મંદિરની બહાર આવું કંઈ લખવામાં આવ્યું નથી. આ ફોટો એડિટ કરેલ છે. સિરોહીના આ મંદિરમાં તમામ સમુદાયના લોકો દર્શન કરી શકે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:આ મંદિરમાં હરિજન જ્ઞાતિના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ નથી, તસવીર એડિટ કરીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે….

Written By: Frany Karia 

Result: ALTERED