જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સાધુને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને પણ નમન કર્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 16 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, આ મોદી છે એમના ધ્યાનમાં જ હોય કોણ હિન્દુના સમર્થનમાં અને કોણ હિન્દુના વિરુદ્ધમાં છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અગણના કરી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોને મળતો વધુ એક વીડિયો એક સત્તાવાર યુટ્યુબ યુઝર દ્વારા 13 જુલાઈ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બ્રેકિંગ ન્યૂઝ: PM નરેન્દ્ર મોદીએ શંકરાચાર્યને ખૂબ જ ઉદારતા સાથે શુભેચ્છા પાઠવી. તેમને નમીને ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવે છે ❤️
અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન વખતે શંકરાચાર્યજીએ પીએમ મોદી વિરુદ્ધ અનેક બદનક્ષીભર્યા નિવેદનો આપ્યા હતા.
આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય વીડિયો પણ અમને સોશિયલ મીડિયા પર પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Twitter Post | Youtube Post
અમારી વધુ તપાસમાં અમને ધ ઈકોનોમિક ટાઈમ્સ અને ન્યૂઝ 24 દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના નમન કરીને આશીર્વાદ લઈ રહ્યા હોવાના વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં શંકરાચાર્યને નમન કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને પણ નમન કર્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનંત અંબાણીના લગ્નમાં શકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદની અવગણના કરી હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય...
Fact Check By: Vikas VyasResult: Misleading