શું ખરેખર કિસાન આંદોલનમાં મુંછ વગરના નકલી સરદાર જોડાયા છે…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ કિસાન આંદોલનને લઈ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલ એક પાઘડી અને દાઢી વારા સરદારનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેની મુંછ જોવા નથી મળી રહી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંછ વગરના નકલી સરદાર કિસાન આંદોલનમાં જોડાયા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઓરિજનલ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ફોટોમાં એડિટ કરી મુંછોને દૂર કરવામાં આવી હતી. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પોલા ભીમા પોટલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંછ વગરના નકલી સરદાર કિસાન આંદોલનમાં જોડાયા.”

Facebook | Fb post archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ફેસબુક પોસ્ટમાં કરવામાં આવેલી કોમેન્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં કોમેન્ટ કરનાર દ્વારા આ સરદારનો ઓરિજનલ ફોટો મુકવામાં આવ્યો હતો. જેમાં તેમની મુંછો જોવા મળે છે, તેમજ આ ફોટો જે વિડિયોમાંથી લીધો હતો. તે વિડિયોની લિંક પણ મુકવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Facebook | Archive

અમારી પડતાલને આગળ વધારતા અમને Hindustan LIVE Farhan Yahiya નામના ફેસબુક યુઝર દ્વારા કરવામાં આવેલુ ફેસબુક લાઈવ પ્રાપ્ત થયુ હતુ. જેમાં 2.47 મિનિટ પર વાયરલ થઈ રહેલા વ્યક્તિને જોઈ શકાય છે. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, આ વ્યક્તિની દાઢી સાથે મુંછ પણ છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ ફોટો એડિટેડ છે.  

Embed

Archive

ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે,  ઓરિજનલ ફોટો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ ફોટોમાં એડિટ કરી મુંછોને દૂર કરવામાં આવી છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર કિસાન આંદોલનમાં મુંછ વગરના નકલી સરદાર જોડાયા છે…?

Fact Check By: Yogesh Karia 

Result: Altered