
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 માં દિલ્હી ખાતે કિસાન મહાસભાની રેલી યોજાઈ હતી તેનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Chandrarajsinh Narendrasinh Bhatti નામના ફેસબુક યુઝર દ્વારા 1 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આવા સુત્રોચાર વાળું કીસાન આંદોલન મેં તો અત્યાર સુધી જોયું નથી….મોદી-યોગી સુધી તો સમજ્યા પણ શ્રી રામ નો વિરોધ કરી શકે એવા આ દેશ માં પેહલા ખેડૂત જોયા….કુછ તો ગડબડ હે દયા….. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને જુદા જુદા કીવર્ડનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઓલ ઈન્ડિયા કિસાન મહાસભા દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 4 ડિસેમ્બર, 2018 ના રોજ તેમના ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવું લખાણ હતું કે, ‘મજદૂર કિસાન એકતા જીંદાબાદ’.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો નવજીવન નામની સમાચાર વેબસાઈટ પર 30 નવેમ્બર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એખ સમાચારમાં જોવા મળ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2018 માં અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિ (એઆઈકેએસસીસી) ની આગેવાની હેઠળ દેશભરના ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા. ખેડૂતોએ પાકના ભાવ અને લોન માફીની માંગ સાથે કિસાન મુક્તિ માર્ચ યોજી હતી.
વધુમાં અમને ઉપરોક્ત બેનર સાથેનો ફોટો બુમ્બર્ગક્વિન્ટ નામના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 30 નવેમ્બર, 2018 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આંદોનના બીજા દિવસે દિલ્હીના જંતર-મંતર મેદાન પર કિસાનો પહોંચ્યા હતા તેનું આ દ્રશ્ય છે.
Farmers reach Jantar Mantar to carry forward the second day of protests.
— BloombergQuint (@BloombergQuint) November 30, 2018
Catch all the updates from the #FarmersMarch here: https://t.co/GWQGcVJKOy pic.twitter.com/irheK2nI5X
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2018 માં દિલ્હી ખાતે કિસાન મહાસભાની રેલી યોજાઈ હતી તેનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

Title:વર્ષ 2018 માં કિસાન મહાસભા દ્વારા યોજાયેલી રેલીનો ફોટો હાલમાં ચાલી રહેલા કિસાન આંદોલનના નામે વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
