તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીનો છે જેને તાજેતરના કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

चाणक्य शिष्य मयूर નામના ફેસબુક યુઝર દ્વારા 3 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 350 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરી આ બધા ફેક કિસાન આંદોલન માં આવ્યા હતા. હવે બિચારાઓ ને પૈસા આપવાનો વારો આવ્યો તો હાથ ઊંચા કરી દીધા. શેર કરજો ભાઈઓ બહેનો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનમાં 350 રૂપિયા રોજ આપીને ભીડ એકઠી કરવામાં આવી રહી છે તેનો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને News Tak દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 26 માર્ચ, 2018 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2018 માં હરિયાણા ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં પૈસા આપીને ભાડ એકઠી કરવામાં આવી હતી તેનો આ વીડિયો છે.

Archive

આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. OneIndia Hindi | ANI News Official | ABP News

અમારી વધુ તપાસમાં અમને Amar Ujala દ્વારા પણ આજ માહિતી સાથેનો વીડિયો 26 માર્ચ, 2018 ના રોજ તેના સત્તાવાર યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની રેલીનો છે જેને તાજેતરના કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:વર્ષ 2018 માં હરિયાણા ખાતે યોજાયેલી AAP ની રેલીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ..

Fact Check By: Yogesh Karia

Result: False