
મનમોજીલા કાઠીયાવાડી નામના ફેસબુક પેજ દ્વારા 1 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, “આપણે સોસાયટીનું પાણીનું એક ટીપું પણ વેસ્ટ કરતા પહેલા આ વિડિયો જૂવો ચેન્નાઈનો આ વિડિયો છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 59 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 40 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નાઈમાં આ પ્રકારે પાણી માટે લોકોએ લાઈન લગાવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ પ્રકારે ભારતના મેટ્રો સિટીમાંના એક એવા ચેન્નાઈમાં પાણી માટે લોકો હેરાન થતા હોય તો મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. તેથી સૌ પ્રથમ અમે ગૂગલ પર “चेन्नई में पानी के लिए परेशान लोग” લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો ન હતો, તેમજ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને સંબધિત વિડિયો અમને પ્રાપ્ત થયો ન હતો. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી અને યૂ ટ્યુબ પર “चेन्नई में पानी के लिए परेशान लोग” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી પણ અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો ન હતો, તેમજ પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને સંબધિત વિડિયો અમને પ્રાપ્ત થયો ન હતો. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી અને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી જોતા પાણીના ટેન્કર પર અમને TN 66 S 7992 નંબર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત ટેન્કર નંબરનું પાસિંગ ક્યાનું છે તે જાણવા પ્રયત્ન કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ TN-66 એ કોઈમ્બતૂરનું છે. તેમજ TN 66 S 7992 નંબર લખતા આ ટેન્કર પણ કોઈમ્બતૂરનું હોવાનું અમને જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

જો પાણીની તંગી ચેન્નાઈમાં હોય તો કોઈમ્બતૂરનું ટેન્કર ચેન્નાઈમાં પાણી પહોચાડવા માટે મોકલવામાં આવે તે વાત થોડી આશ્ચર્ય અપાવે તેવી હતી. તેથી અમે અમારી પડતાલ તપાસ આગળ વધારી હતી અને આ વિડિયોને ફરી ધ્યાનથી જોતા અમને તામીલ ભાષ।માં લખેલું એક દુકાનનું બોર્ડ અમને જોવા મળ્યુ હતુ. தமிழ்நாடு நுகர்பொருள் வாணிப கழகம், கோவை மண்டலம், அமுதம் மண்ணெண்ணெய் வழங்கும் நிலையம், பூசாரிபாளையம், கோவை – 3 જે તમે નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત સરનામાને અમે ગૂગલ ટ્રાન્સલેટના માધ્યમથી ટ્રાન્સલેટ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, “તામિલનાડુ કન્ઝ્યુમર મર્ચેન્ડાઇઝિંગ કોર્પોરેશન, કોઈમ્બતુર ઝોન, અમુથમ કેરોસીન ડિલિવરી સેન્ટર, પૂજારીપાલાયમ, કોઈમ્બતુર – 3” સરનામુ છે. તામિલનાડુ સરકારની સસ્તા અનાજની અને કેરોસીનની દુકાન હોવાનું જાણવા મળ્યુ હતુ. જે કોઈમ્બતુર જિલ્લાની છે. આમ, ઉપરોક્ત વિડિયો કોઈમ્બુતર જિલ્લાનો હોવાનું જાણવા મળ્યુ હતુ. ચેન્નાઈનો હોવાનું ક્યાંય પણ સાબિત થતું નથી.
તેમજ અમે અમારી સ્થાનિક ટીમ સાથે વેરિફાઈ કરતા આ વિડિયો કોઈમ્બતુરનો હોવાની તેમણે પણ પૃષ્ટી કરી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો ચેન્નાઈનો નહિં પરંતુ કોઈમ્બતુરનો હોવાનુ અમારી પડતાલમાં સાબિત થયુ છે.

Title:શું ખરેખર આ વિડિયો ચેન્નાઈનો છે..? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
