રાજસ્થાનની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી અને પાણી બિલ માફ કરવામાં નથી આવ્યા પણ સ્થગિત કરવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય…
Shailesh Tandel નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજસ્થાનમાં ગેહલોત સરકારે માર્ચ-એપ્રિલ નુ પાણી-વિજળી નુ બિલ માફ કર્યુ... ગુજરાતમાં રૂપાણી સરકાર કયારે જાહેર કરશે ? સમર્થન માટે પોસ્ટ ને શેર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાનું પાણી તેમજ વીજળી બિલ માફ કરવામાં આવ્યું છે. આ પોસ્ટને 467 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 155 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 6300 થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાનું પાણી તેમજ વીજળી બિલ માફ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને aajtak.intoday.in દ્વારા 3 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સમગ્ર દેશમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે ત્યારે રાજસ્થાનની જનતા માટે માર્ચ અને એપ્રિલ મહિનાના પાણી તેમજ વીજળી બિલ 31 મે, 2020 સુધી સ્થગિત કરવામાં આવે છે. જેની ચૂકવણી તમે જૂન મહિનામાં કરી શકશો. આ સમાચારમાં ક્યાંય પણ પાણી અને વીજળી બિલ માફ કરવાની વાત કરવામાં નથી આવી. જે તમે નીચે જોઈ શકો છો.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sarkariyojanaform.com | sarkarimama.com
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સીધી જ રાજસ્થાન સરકારના ઊર્જામંત્રી બી.ડી..કલ્લા સાથે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “રાજસ્થાનમાં પાણી અને વીજળી બિલ માફ કરવાની વાત તદ્દન ખોટી છે. કેટલાક ઠગબાજો દ્વારા ખોટી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના પાણી તેમજ વીજળી બિલને 2 મહિના સુધી સ્થગિત કરવામાં આવ્યા છે માફ નહીં. આ બિલની ચૂકવણી લોકો જૂન મહિનામાં કરી શકશે. વધુમાં તેઓએ એ પણ જણાવ્યું હતું કે, જે લોકો ઓનલાઈન વીજળી બિલની ચૂકવણી કરશે તેમને બિલમાં 5% રાહત આપવામાં આવશે, તેમજ પાણી બિલમાં 15000 લિટર સુધી ફ્રી છે પરંતુ તેનાથી વધુ ઉપયોગ પર પાણી બિલની ચૂકવણી કરવી પડે છે.”
અમને રાજસ્થાન સરકાર દ્વારા પ્રસારિત કરવામાં આવેલો પરિપત્ર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
CM-press-note-Relief-package-02-04-2020ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાજસ્થાન સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના પાણી તેમજ વીજળી બિલ માફ કરવામાં આવ્યા એ માહિતી તદ્દન ખોટી છે. આ બિલ બે મહિના સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ રાજસ્થાન સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના પાણી તેમજ વીજળી બિલ માફ કરવામાં આવ્યા એ માહિતી તદ્દન ખોટી છે. આ બિલ બે મહિના સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:રાજસ્થાનની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી અને પાણી બિલ માફ કરવામાં નથી આવ્યા પણ સ્થગિત કરવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False