શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગુજરાતમાં કોરોનાના પ્રકોપથી ખૂબ જ ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક લેટર વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સહી વારા આ લેટર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.”

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પત્ર ફર્જી છે. ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન અંગેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા પત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kaiyum Mirza Dada  નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગૃહવિભાગ દ્વારા ગુજરાતના 6 મહાનગરોમાં તારીખ 11 થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને દિવ્યભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતમાં 11થી 17 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની વાત તદ્દન ખોટી છે. આ અફવા ફેલાવનારને શોધવાનો DGP આશિષ ભાટિયા દ્વારા આદેશ આપવામાં આવ્યો.” 

Divyabhaskar | Archive

તેમજ ગુજરાત પોલીસ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ પત્ર ખોટી રાતે વાયરલ કરવામાં આવ્યો હોવાનું તેમજ આ પત્ર વાયરલ કરનાર સામે સાયબર ક્રાઈમ કાર્યવાહી કરશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર દ્વારા પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ અંગે માહિતી આપી હતી કે, આ ખોટી માહિતી છે. જેને ધ્યાને ન લેવા જણાવવામાં આવ્યુ હતુ. 

Archive  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પત્ર ફર્જી છે. ગૃહ વિભાગ દ્વારા લોકડાઉન અંગેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા પત્ર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના 6 જિલ્લાઓમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી…?

Fact Check By: Yogesh Karia 

Result: False