હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર એક વૃધ્ધ વ્યક્તિના ચરણ સ્પર્શ કરતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે ફોટો શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝની જન્મજંયતી પર તેમના ડ્રાઈવર નિઝામુદ્દિનને પગે લાગ્યા હતા.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ મે 2014નો વારાણસીનો છે. હાલનો કોલકતાનો હોવાનો વાત તદ્દન ખોટી છે. તેમજ નિઝામુદ્દિનનું મૃત્યુ વર્ષ 2017ના થયુ હતુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jayesh Sanghani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝની જન્મજંયતી પર તેમના ડ્રાઈવર નિઝામુદ્દિનને પગે લાગ્યા હતા.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ ફોટો 9 મે 2014 ના રોજ પ્રકાશિત 'ફર્સ્ટપોસ્ટ' ના અહેવાલમાં જોઇ શકાય છે. જેમાં આપેલી માહિતી અનુસાર, આ તસવીર વારાણસીમાં ચૂંટણી રેલી દરમિયાન મોદી દ્વારા નિઝામુદ્દીનને સ્ટેજ પર સન્માનિત કર્યા હતા ત્યારની છે. નિઝામુદ્દીનને "કર્નલ નિઝામુદ્દીન" તરીકે પણ ઓળખવામાં આવે છે. નિઝામુદ્દીન નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સૈન્યના સભ્ય હતા. અહેવાલ અનુસાર, નેતાજીની નજીક ગણાતા નિઝામુદ્દીન તેમના રક્ષક અને ડ્રાઇવર હતા.

FIRST POST | ARCHIVE

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે વધૂ સર્ચ કરતા અમને બીબીસીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, નિઝામુદ્દીનનું ફેબ્રુઆરી 2017માં આઝમગઢના મુબારકપુરમાં અવસાન થયું હતું અને તે સમયે તેમની ઉંમર 117 વર્ષની હતી.

BBC | ARCHIVE

તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ ફોટોને 2 ફેબ્રુઆરી 2017ના શેર કર્યો હતો અને નિઝામુદ્દીનને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ મે 2014નો વારાણસીનો છે. હાલનો કોલકતાનો હોવાનો વાત તદ્દન ખોટી છે. તેમજ નિઝામુદ્દિનનું મૃત્યુ વર્ષ 2017ના થયુ હતુ.

Avatar

Title:શું ખરેખર PM મોદી કોલકતામાં સુભાષ ચંદ્ર બોઝના ડ્રાઈવરને પગે લાગ્યા હતા...?

Fact Check By: Yogesh Karia

Result: False