લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ... જાણો શું છે સત્ય....
દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખેડૂત આંદોલનનો છે જ્યાં પહેલા ખેડૂતો રડ્યા અને હવે જવાન રડી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઝારખંડના રાંચી ખાતે સપ્ટેમ્બર 2020 માં પોતાના હક માટે 2500 જેટલા સહાયક પોલીસકર્મીઓ સરકારના વિરોધમાં ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dodiya Manansinh Rajput નામના ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પહેલા કિસાન હવે જવાન રડ્યા નારો ફિટ બેસી ગયો જય જવાન જય કિસાન. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ખેડૂત આંદોલનનો છે જ્યાં પહેલા ખેડૂતો રડ્યા અને હવે જવાન રડી રહ્યા છે.
Facebook Post | Archive | Video Archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને The Followup દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 18 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઝારખંડના રાંચી ખાતે 2500 જેટલા સહાયક પોલીસકર્મીઓ દ્વારા સ્થાયી નોકરીની માંગ તેમજ પોતાના હક માટે સરકાર વિરુદ્ધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સરકાર દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેનો આ વીડિયો છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. News18 Bihar Jharkhand | NDTV India | Prabhat Khabar
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઝારખંડના રાંચી ખાતે સપ્ટેમ્બર 2020 માં સ્થાયી નોકરી અને પોતાના હક માટે 2500 જેટલા સહાયક પોલીસકર્મીઓ સરકારના વિરોધમાં ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તેનો છે. આ વીડિયોને તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલન સાથે કોઈ જ સંબંધ નથી.
Title:લાઠીચાર્જને કારણે રડી રહેલા પોલીસકર્મીનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ...
Fact Check By: Vikas VyasResult: False