શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Patidar Mahesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2020 અપના અડ્ડા નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરી હતી. “ભારતીય સંવિધાનની ચુંટણી આચાર સંહિતાના ધજીયા ઉડાવતી આ પ્રચાર પત્રિકા સામે નરેન્દ્ર મોદી સરકારનું સ્વતંત્ર કહેવાતું ચૂંટણી તંત્ર ચૂપ કેમ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 62 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 24 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં આ ચૂનાવ પત્રિકા બહાર પાડી છે. જેની સામે ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નખી આવી.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

હાલમાં દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે સોશિયલ મિડિયામાં અનેક સાચી અને ખોટી પોસ્ટો વાયરલ થઈ રહી છે. ત્યારે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને aajtak નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “દિલ્હીના બવાના વિધાનસભાની ઉપચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના પોસ્ટરને લઈ વિવાદ સર્જાયો, પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી” જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પત્રિકા અંગે જ વાત કરવામાં આવી છે. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

AAJTAK.png

AAJTAK | ARCHIVE

ત્યારબાદ અમે જાગરણનો 23 ઓગસ્ટ 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પોસ્ટર વિવાદને લઈ ભાજપા દ્વારા ઈલેક્શન કમિશનને પત્ર લખી કેજરીવાલ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.” જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

JAGRAN.png

JAGRAN.COM | ARCHIVE

તેમજ નવભારત ટાઈમ્સ દ્વારા પ્રકાશિત અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઈમરાન હુસૈન દ્વારા આ મામલે પોલીસ કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે કે, તેમના નામે કોઈ ખોટી પત્રિકાઓ વહેંચી રહ્યા છે.”

NAVBHARAT TIMES.png

NAVBHARAT TIMES | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ચૂનાવ પત્રિકા આમ આદમી દ્વારા હાલમાં નહિં પરંતુ વર્ષ 2017માં દિલ્હીની બયાના વિધાનસભાના ઉપચૂનાવ દરમિયાન સોશિયલ મિડિયામાં ફરતી થઈ હતી. જેને લઈ ચૂનાવ આયોગમાં ભાજપા દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમજ ઈમરાન હુસૈન સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. જો કે, ઈમરાજ હુસૈન દ્વારા આ પત્રિકા તેને બદનામ કરવા વાયરલ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતુ. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પત્રિકા વર્ષ 2017માં દિલ્હીના બયાના વિધાનસભા ઉપચૂનાવ દરમિયાન વાયરલ થઈ હતી. જેને લઈ ચૂનાવ આયોગ દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર આમ આદમી પાર્ટી દ્વારા આ ચૂનાવ પત્રિકા હાલમાં બહાર પાડવામાં આવી છે.?જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False