શું ખરેખર CABના સમર્થનમાં નાગાબાવાઓની રેલી નીકળી તેના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Dashrath Singh Balawat નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2019ના मोदी जी નામના ફેસબુક પેજ પર “ખાલી આ નાગા બાવાઓનો મગજ ફર્યો ને તો વિરોધ કરવા વારા એકય નહીં દેખાય CAB – CAA – NRC ના સમર્થન મા હવે આવ્યા નાગા બાવા અને સાધુઓ હવે વિરોધ કરવા વાળા આવો સામે.. હર હર મહાદેવ.ભારત માતા કી જય.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નાગાબાવાઓ પણ CAB, NRCના સમર્થનમાં આવ્યા તેના દ્રશ્યો હતો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO VIRAL

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને Radhe films નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 માર્ચ 2019ના આ વિડિયો શેર કરવામાં આવ્યો હતો. શીર્ષક હેઠળ આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. 

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થયુ હતુ કે, આ વિડિયો હાલનો તો નથી. ત્યારબાદ અમે પડતાલને આગળ વધારી હતી અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને CHARBHUJA MANDIR નામના યુટ્યુબ યુઝર દ્રારા 4 માર્ચ 2019ના અપલોડ કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જ વિડિયો છે. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો કુંભ મેળાના સમાપન વખતનો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ માર્ચ મહિનામાં યુપીના પ્રયાગરાજમાં યોજવામાં આવેલા કુંભ મેળાના સમાપન વખતનો છે. હાલમાં તેને ખોટા ઉદેશ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ માર્ચ મહિનામાં યુપીના પ્રયાગરાજમાં યોજવામાં આવેલા કુંભ મેળાના સમાપન વખતનો છે. હાલમાં તેને ખોટા ઉદેશ સાથે શેર કરવામાં આવી રહ્યો છે. 

Avatar

Title:શું ખરેખર CABના સમર્થનમાં નાગાબાવાઓની રેલી નીકળી તેના દ્રશ્યો છે..?જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •