શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત તદ્દન ભ્રામક છે. આરબીઆઈ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તે વાતની પૃષ્ટિ કરી અને સ્પષ્ટતા કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Jigs Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યત તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 22 જાન્યુઆરી 2021નો ડેકનહેરાર્લ્ડનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આરબીઆઈના એજીએમ બેન્કોને ક્લીન નોટ્સની નીતિનું પાલન કરવા નિર્દેશ આપે છે, જેમાં ATMમાં નવી ચલણી નોટો પૂરતા પ્રમાણમાં મળી રહે અને સાથે-સાથે જૂની 5,10,100ની નોટ જમા લેવા માટે સૂચન કરે છે.

એજીએમ બી.મહેશ દ્વારા આપવામાં માહિતી મુજબ જૂની ચલણી નોટો બંધ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ કે મહિનાનો ઉલ્લેખ કરેલ નથી. આ સાથે તેમણે કહ્યું છે કે હાલમાં જે જૂની 5,10,100ની નોટ સર્ક્યુલેશનમાં જ રેહશે. બેન્ક તેમજ કોઈપણ સરકારી ઓફિસ જૂની નોટ કે સિક્કા લેવાની મનાઈ નહીં કરી શકે.

તેમજ આરબીઆઈ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી અને આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE 

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જે ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત તદ્દન ભ્રામક છે. આરબીઆઈ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તે વાતની પૃષ્ટિ કરી અને સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False