Amish Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Muslim Using fake Sikh sardar face to show that sikh are against #CAA Fake propaganda” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “શીખ પણ CAAનો વિરોધ કરી રહ્યા છે. તે બતાવવા મુસ્લિમ શખ્સ દ્વારા શીખની પાઘડી પહેરવામાં આવી હતી.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો આજ થી 8 વર્ષ પહેલા Paul Singh નામના યુ ટ્યુબ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યારબાદ આ વિડિયો ક્યારનો અને ક્યાનો છે, તે જાણવા પ્રયત્ન કરતા અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રકાસિત આ ઘટના અંગેના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ઘટના મોહાલીના પીસીએ સ્ટેડિયમ નજીક ગ્રામીણ વેટરનરી ફાર્માસિસ્ટ્સ અને પંજાબ પોલીસના વિરોધની છે. 28 માર્ચ, 2011 ના રોજ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, 28 માર્ચના બપોરે 12.45 વાગ્યે, મોટી સંખ્યામાં વેટરનરી ફાર્માસિસ્ટ્સ, જેઓ તેમની વિવિધ માંગો સાથે ઘણા સમયથી અનિશ્ચિત વિરોધમાં હતા, બાદમાં તેઓએ સ્ટેડિયમ તરફ કૂચ કરવાનું શરૂ કર્યું અને પોલીસના ઉચ્ચ સિક્યુરિટી ઝોનમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસ દ્વારા ટોળાને બળપૂર્વક વિખેરવાનો પ્રયાસ કરાયો હતો.

THE INDIAN EXPRESS

શિખની વૈશ્વિક સંસ્થા યુનાઇટેડ શીખ દ્વારા પંજાબ પોલીસ સામે મોહાલીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ 28 માર્ચ, 2011 ના રોજ પીસીએ સ્ટેડિયમ પાસે બનેલી આ ઘટનાની ફરિયાદ નોંધાવવામાં હતી.

UNITED SIKH | ARCHIVE

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના 31 માર્ચ 2011ના અહેવાલ મુજબ, “એક એસપી અને એસએચઓ સહિત પંજાબ પોલીસના બે ગેઝેટેડ અધિકારીઓને શીખ પ્રદર્શનકારીની પાઘડી હટાવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”

TOI | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, મોહાલીના આઠ વર્ષ પહેલાના વિડિયોને હાલના CAA ના વિરોધ પ્રદર્શન સાથે જોડી ખોટા ઉદેશ સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વિડિયોમાં દેખાતી વ્યક્તિ શીખ જ છે, મુસ્લિમ હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મોહાલીના આઠ વર્ષ પહેલાના વિડિયોને હાલના CAA ના વિરોધ પ્રદર્શન સાથે જોડી ખોટા ઉદેશ સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વિડિયોમાં દેખાતી વ્યક્તિ શીખ જ છે, મુસ્લિમ હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર મુસ્લિમ વ્યક્તિએ CAAનો વિરોધ કરવા શીખની પાઘડી પહેરી હતી..? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False