શું નેલ્લોરમાં જૈન સમુદાયે એક જ દિવસમાં 1800 મુસ્લિમ સમુદાયના લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Prakash Nebhrajani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. नेल्लोर में एक मुस्लिम ने जैन लड़की को फुसलाकर लेके गया सुबह को और दोपहर को समाज की बैठक हुई 550 जैन दुकानों से फैक्टरी से मुस्लिम को कह दिया तुम अभी से ही नोकरी से छुटी है थोड़ी देर बाद सब समाज ने एक के बाद एक जैन समाज को सपोर्ट दिया शाम तक 1800 मुसलमान की नोकरियों पे नोबत गई तो मुस्लिम समाज ने वो लडकी को उसके घर सही सलामत छोड़कर आये और मुस्लिम लड़को को कह दिया की गलती से भी हिन्दू लड़की को जैन लड़की को ना देखे ये होती है एकता की ताकत अभी भी कुछ थर्ड क्लास दयालु कृपालु कम दिमाग वाले सेक्युलर डरपोक अभी भी हमे सलाह दे रहे है की इनलोगो से झगड़ा मोल नही लेने का !!! अभी तो वक्त है ये लोगो ने हमे मौका दिया है एकजुटता दिखाने काલખાણ સાથે શેર કરવા આવેલી આ પોસ્ટ પર 47 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 6 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 62 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, નેલ્લોરમાં જૈન સમુદાય દ્વારા એક જ દિવસમાં મુસ્લિમ સમાજના 1800 લોકોને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જૂદા-જૂદા કી-વર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ સેસેજ જૂલાઈ મહિનાથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. Rachana Sancheti નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈના આ મેસેજ તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો. 

https://www.facebook.com/groups/721556654617787/permalink/2093430730763699

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામ પરથી એ તો સાબિત થયુ હતુ કે, હાલમાં આ પ્રકારે કોઈ ઘટના બની નથી. ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આવી કોઈ ઘટના બની હોવાનું જાણવા મળ્યુ ન હતુ. 

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને નેલ્લૂરના 4 TOWN પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ત્યાના “એક મહિલા ઓફિસર દ્વારા આ પ્રકારે કોઈ ઘટના ન બની હોવાની પૃષ્ટી કરી હતી. તેમજ આ પ્રકારે કોઈ ફરિયાદ પણ તેમને મળી ન હોવાનું તેમણે જણાવ્યુ હતુ.” 

ત્યારબાદ અમે નેલ્લૂરના જિલ્લા પોલીસ વડા એશ્રવર્યા રસ્તોગી સાથે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહેલો મેસેજ અમારા ધ્યાનમાં પણ આવ્યો છે. આ માત્ર એક અફવા જ છે. નેલ્લૂર શહેરમાં આ પ્રકારે કોઈ ઘટના નથી બની. સોશિયલ મિડિયામાં અફવા ફેલાવનાર શખ્સની શોધખોળ કરી રહ્યા છીએ. જેને પણ આ અફવા ફેલાવી છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારે કોઈ ઘટના બનવા પામી નથી. તેમજ કોઈ સમુદાય દ્વારા કોઈને પણ નોકરી માંથી કાઢી મુકવામાં આવ્યા નથી.” 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો એક માત્ર અફવા છે અને હકીકતમાં નેલ્લોરમાં આવી કોઈ ઘટના બની ન હોવાની નેલ્લોરના જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો એક માત્ર અફવા છે અને હકીકતમાં નેલ્લોરમાં આવી કોઈ ઘટના બની ન હોવાની નેલ્લોરના જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી.

Avatar

Title:શું નેલ્લોરમાં જૈન સમુદાયે એક જ દિવસમાં 1800 મુસ્લિમ સમુદાયના લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •