શું ખરેખર મુલાયમસિંહ અને અખિલેશ યાદવ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવવા પહોચ્યા હતા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

યુપી ઈલેક્શનમાં યોગી આદિત્યનાથનો ભવ્ય વિજય થયો અને ફરી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બની હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યનાથ, મુલાયમ સિંહ, અને અખિલેશ યાદવને બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથની જીત બાદ મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ અભિનંદન પાઠવવા પહોચ્યા હતા તેનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો વર્ષ 2019ના છે. મુલાયમ સિંહ યાદવની ખબર પુછવા માટે યોગી આદિત્યનાથ તેમના નિવાસ સ્થાને ગયા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યોગી આદિત્યનાથની જીત બાદ મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ અભિનંદન પાઠવવા પહોચ્યા હતા તેનો ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.  

ઉપરોક્ત પરિણામો પરથી અમને એનડીટીવી ઇન્ડિયાનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલ જૂન 2019ના પ્રસારિત કર્યો હતો. જ્યારે સીએમ યોગી આદિત્યનાથ બ્લડ સુગરના ઉચ્ચસ્તરને કારણે હોસ્પિટલમાં દાખલ થયા બાદ મુલાયમ સિંહની તબિયત પૂછવા માટે તેમના નિવાસસ્થાને ગયા હતા.

NDTV INDIA | ARCHIVE

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને એએનઆઈ દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ મુલાકાતના અન્ય ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા અને માહિતી આપવામાં આવી હતી કે, “યુપીના સીએમ યોગી આદિત્યનાથે સપા નેતા મુલાયમ સિંહ યાદવ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. મુલાયમસિંહ યાદવને ગઈકાલે બ્લડ સુગરનું પ્રમાણ વધવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સપા ચીફ અખિલેશ યાદવ અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના ચીફ શિવપાલ યાદવ પણ હાજર છે.” 

તેમજ યોગી આદિત્યનાથ દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ મુલાકાતના ફોટો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “આજે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના સ્થાપક શ્રી મુલાયમ સિંહ યાદવજીને તેમના નિવાસ સ્થાને મળ્યા અને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. હું ભગવાનને પ્રાર્થના કરૂ છું કે તે ઝડપથી સ્વસ્થ થઈ જાય.

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે મુલાયમ સિંહ યાદવના નિવાસસ્થાને સંપર્ક કર્યો હતો. પીઆરઓ રાજુએ સ્પષ્ટતા કરી કે “વાઈરલ થયેલા સમાચાર ખોટા છે. તાજેતરમાં મુલાયમ સિંહ યાદવ યોગી આદિત્યનાથને મળ્યા નથી.

આ પછી અમે અખિલેશ યાદવના પીઆર રામચંદ્રનો સંપર્ક કર્યો. તેઓએ અમને એમ પણ કહ્યું કે, “વાયરલ સમાચાર ખોટા છે. હાલમાં આ પ્રકારની અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથની કોઈ મુલાકાત થઈ નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો વર્ષ 2019ના છે. મુલાયમ સિંહ યાદવની ખબર પુછવા માટે યોગી આદિત્યનાથ તેમના નિવાસ સ્થાને ગયા હતા.

Avatar

Title:શું ખરેખર મુલાયમસિંહ અને અખિલેશ યાદવ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવવા પહોચ્યા હતા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False