યુએસ રાષ્ટ્રપતિ જો બાયડને આ વર્ષ 31 ઓગસ્ટ સુધીમાં 2001 થી ચાલતા યુએસ-અફઘાનિસ્તાન યુદ્ધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ બાયડેન ઘણા લોકોની ભીડમાં એક વ્યક્તિ સાથે વાત કરે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકાના એક આર્મીમેન દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે આ પ્રકારે ગુસ્સામાં વાત કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, જો બાઈડનનો વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2020નો છે જે સમયે જો બાયડન અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, રાષ્ટ્રપતિના હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mazhar Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 10 જૂલાઈ 2021ના અપના અડ્ડા નામના ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમેરિકાના એક આર્મીમેન દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે આ પ્રકારે ગુસ્સામાં વાત કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વિડિયો 6 માર્ચ 2020ના જિલ સ્ટેન નામના એક કાર્યકર અને ગ્રીન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર(2012 અને 2016)ના ઓફિશિયલ ફેસબુક પેજ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. પોસ્ટના શીર્ષકમાં “બાયડનનો ઇરાકના દિગ્ગજો સામે સામનો. નિવૃત્ત સૈનિકોએ ઇરાક યુદ્ધ માટેના સમર્થન અંગે બિડેનનો મુકાબલો કર્યો. અમારા મિત્રો મરી ગયા છે. તમે તેમના લોહી માટે જવાબદાર છો." જેથી બાયડેન તેમના તરફથી મોઢુ ફેરવી લીધુ. તેથી જ બિલ ક્રિસ્ટોલ, ડેવિડ ફ્રુમ અને કાર્લ રોવ જેવા નિયોકોન વાર્માન્ગર્સની પાછળ જ ઉભા છે - અને શા માટે લાખો અમેરિકનો તેમ નહી કરે."

Facebook | Archive

ઉપરોક્ત પોસ્ટથી અમે સમજી ગયા કે વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નથી.

આ પછી, ફેસબુક પોસ્ટમાં આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર મુખ્ય શબ્દની શોધ કરી, પરિણામે અમને 4 માર્ચ 2020ના રોજ ટીઆરટી વર્લ્ડ દ્વારા તેમની સત્તાવાર ચેનલ પર પ્રસારિત થયેલો વિડિયો મળ્યો હતો.

વિડિયોના શીર્ષક પર લખ્યું છે, “યુધ્ધનું સમર્થન કરવાના રેકોર્ડને લઈ યુએસના દિગ્ગજ લોકોએ જો બાયડનનો મુકાબલો કર્યો હતો." અને કેપ્શનમાં લખ્યું છે, "તમે તે યુદ્ધને સક્ષમ બનાવ્યું છે. ઇરાકમાં લાખો લોકોના મોત થયા છે. તેમનું લોહી તમારા હાથ પર છે!" “કેલિફોર્નિયામાં એક અભિયાનમાં રોકાણ દરમિયાન ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધને ટેકો આપવાના રેકોર્ડ અંગે બે દિગ્ગજ લોકોએ યુએસના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાયડનનો મુકાબલો કર્યો.

ત્યારબાદ અમે આ વિડિયો વિશે વધુ માહિતી મેળવવા માટે ગૂગલ પર વધુ કીવર્ડ સાથે શોધ કરી, પરિણામે અમને 5 માર્ચ 2020ના રોજ ઈંડિપેડેન્ટ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ મુજબ, “3 માર્ચ 2020 ના રોજ, અમેરિકાના કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં એક ઝુંબેશ કાર્યક્રમ દરમિયાન, માઈકલ થુરમન, ભૂતપૂર્વ સૈનિક, જે અબાઉટ ફેસ: વેટરન્સ અગેસ્ટ વોરનો સભ્ય છે, તેણે ઇરાક યુદ્ધ માટે સમર્થન વ્યક્ત કરવા બદલ ભૂતપૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બાયડનનો સામનો કર્યો હતો. થુરમને બાયડનને પૂછ્યું, "અમે ફક્ત આશ્ચર્ય પામીએ છીએ કે આપણે એવા કોઈને કેમ મત આપવો જોઈએ કે જેણે યુદ્ધ માટે મત આપ્યો અને યુદ્ધને સક્ષમ બનાવ્યું જેનાથી આપણા હજારો ભાઈ-બહેનો અને અસંખ્ય ઇરાકી નાગરિકોનો ભોગ બને.

ત્યારબાદ થુરમને 2018માં વયોવૃદ્ધ દિવસ પર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ બુશને લિબર્ટી મેડલ એનાયત કરવા બદલ બાયડનની ટીકા કરી હતી, જેમણે તેમના બે ટર્મના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન યુદ્ધના પ્રયત્નોનું નેતૃત્વ કર્યું હતું.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જો બાઈડનનો વાયરલ થઈ રહેલો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2020નો છે જે સમયે જો બાયડન અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા, રાષ્ટ્રપતિના હતા.

Avatar

Title:શું ખરેખર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે સૈનિક દ્વારા ગુસ્સામાં વાત કરી...?

Fact Check By: Yogesh Karia

Result: Missing Context