શું ખરેખર મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા બિરયાનીમાં નપુસંકતા ફેલાવવાની દવા નાખવામાં આવે છે..? જાણો શું છે સત્ય...
Bajrang Dal Vhp Gondal નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સાવધાન મુસલીમ કી દુકાનો છે...કોય પણ રેસ્ટોરેનટ કે હોટલો છે...ખાવાની કે પીવાની વસ્તુ નય લેતા આ વસ્તુ મા મુસલીમો....એવુ જેર નાખે છે....જેથી લોકો ધીમે ધીમે નપુશક થતા જાય છે...આ વસ્તુ હિંન્દુ ઓ ની વસતી ઘટાડવા હરામ ખોર મુસલી મો કરે છે.(જાગો હિંન્દુ ઓ જાગો.) આ મેસેજ આખા ભારત મા ફેલાવી દો.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 156 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 37 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુસ્લિમ રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા બિરયાનીમાં દવા ભેળવવામાં આવે છે અને હિન્દુઓને નપુસંક બનાવવાનું કારસ્તાન કરવામાં આવી રહ્યુ છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરોક્ત પોસ્ટ સાથે ચાર અલગ-અલગ ફોટો શેર કરવામાં આવી હતી. અમે ચારેય ફોટોની હક્કિત તપાસવી પ્રયત્ન કર્યો હતો.
IMAGE NO.01
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી પહેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. જે પરિણામો પરથી અમને બિજનોર પોલીસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બિજનોરમાં મદરેસામાં ગેરકાયદેસર હથિયારની તસ્કરી કરતા 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબ્જામાંથી 1 પિસ્તોલ, 4 તમંચા, અને મોટી સંખ્યામાં કારતુસો પ્રાપ્ત કરવામાં આવી હતી.”
IMAGE NO.02
ત્યારબાદ અમે બીજી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો હાલની નહિં પરંતુ વર્ષ 10 માર્ચ 2017ના લેવામાં આવેલા એક વિડિયોના શરૂઆતના ભાગની છે. જે તમે નીચે જોઈ શકો છો.
IMAGE NO 03-04
ત્યારબાદ અમે ઈમેજ નં 3 અને 4 બંનેની પડતાલ સાથે શરૂ કરી હતી. દરમિયાન બંનેને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને તામિલભાષાની વેબસાઈટ IBCTAMIL.COMનો 2 મે 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો.જેમાં આ બંને ફોટો શેર કરવામાં આવી હતી. આ વેબસાઈટ શ્રીલંકામાં રહેતા તામિલ પ્રવાસી અંગેના સમાચાર પ્રસારિત કરે છે.
તેજ કીવર્ડ સાથે સર્ચ કરતા અમને શ્રીલંકાની ન્યુઝ વેબસાઈટ PRIMENEWS.IK નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા કોલંબોના એક ગોડાઉનમાંથી મોટા જથ્થામાં સેક્સુઅલી સ્ટિમ્યુલેટિંગ દવા અને એબોર્શનની દવા મેળવી હતી.”PRIMENEWS.IK | ARCHIVE
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા સાથે કોઈ સબંધ નથી. લોકોને ભ્રામક કરવા આ પ્રકારે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
Title:શું ખરેખર મુસ્લિમ રેસ્ટોરન્ટના માલિક દ્વારા બિરયાનીમાં નપુસંકતા ફેલાવવાની દવા નાખવામાં આવે છે..?
Fact Check By: Yogesh KariaResult: False